Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર ગેંગને ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ) મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગને પકડી પાડી પંચમહાલ જિલ્લા તેમજ ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર-રૂરલ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી વિગેરે જિલ્લાના અનડિટેકટ ગુનાઓને ડિટેકટ કરતી પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ “

પંચમહાલ ગોધરા રેન્જ નાચબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાએ આપેલ માર્ગદર્શન અને સુચના અનુસાર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને મિલ્કત સંબઘી ગુનાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોંઘાયેલા મિલ્કત સંબધી ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.સુચનાના ભાગરૂપે એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને બાતમીદારથી બાતમી મળી હતી. કે મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામના મુકેશ કૈંકુ અલાવા તથા મગરસીંગ ઠાકુરીંગ અજનાર તથા પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા પોતાના કબજાની સફેદ કલરનુ એક નંબર વગરનુ બોલેરો પીકઅપ ડાલામાં બેસી દાહોદ તરફથી ગોધરા તરફ આવી રહ્યા છે અને આ ત્રણેય ઇસમો ધાડ,લુંટના ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેઓની પાસે હાલમાં શંકાસ્પદ વસ્તુઓ પણ છે તેવી મળેલ બાતમી આધારે ગોધરા એલસીબી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.પરમાર તથા એલસીબી પીએસઆઇ આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી, સ્ટાફના માણસોએ ગઢ ચુંદડી ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબના ત્રણ ઇસમોને પીકઅપ ડાલા સાથે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

Advertisement

પકડાયેલ આરોપીનુ નામ: (૧) મુકેશભાઇ કેકુભાઇ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયું તા.કુક્ષી થાણા ટાંકા જિલ્લા. રાજય મધ્યપ્રદેશ (૨) મગરસીંગ ઠાકુરસીંગ અજનાર રહે, કાકડવા સીમાલ ફળીયુ થાના, ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશ (૩) પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયુ થાના.ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશ

પકડાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ એચ પી કંપનીનું લેપટોપ મોબાઇલ બોલેરો પીકઅપ ડાલૂ મળી કુલ 461227 ના મુદામાલ કબ્જે કર્યો હતો પકડાયેલા આરોપી 32 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી જેમાં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, કચ્છ ભૂજ ભરૂચ, રાજકોટ, ભાવનગર, મોરબી, અમદાવાદ રૂલર, સુરેન્દ્રનગર, વગેરે જગ્યાની પણ ગુનાઓની કબૂલાત કરી હતી અને ઉપરોક્ત પકડાયેલા આરોપીઓ એ એક કરોડ ઉપરાંત મુદ્દામાલની ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી અને 13 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા

પકડાયેલ આરોપી પૈકી મુકેશભાઇ કેકુભાઇ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયું તા.કુક્ષી થાણા ટાંકા જિલ્લા. રાજય મધ્યપ્રદેશના વર્ષ 2016 થી ગુજરાત તથા મધ્ય પ્રદેશ રાજ્યના ગુનાઓમાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી છે જ્યારે પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયુ થાના.ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ રાજ્યનાં ધાર જિલ્લામાં ગુન્હો કર્યો છે આ પકડાયેલા આરોપી તથા વોન્ટેડ આરોપી ઓની ધાડ લુંટ ચોરીઓ કરવાની એમ.ઓ ધરાવે છે.

પંચમહાલ, રાજુ સોલંકી


Share

Related posts

“नमस्ते इंग्लैंड” की टीम ने एक ग्रैंड पार्टी के साथ फिल्म की शूटिंग की समाप्त!

ProudOfGujarat

પોલીસ કર્મચારી પર બુટલેગરે કરેલો હુમલો

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!