Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિયાળાની ઋતુમાં ગરમ કપડાની બજારમાં નાગરીકોની નિરસતા : વેપારીઓ પણ મુંઝવણમાં.

Share

પોરબંદર સહિત રાજ્યભરમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની ઋતુની શરૂઆતે જ પોરબંદરની બજારમાં ગરમ કપડા આવી ગયા છે. પરંતુ લોકોની ગરમ કપડાની બજારમાં નીરશતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો પારો ૧ર ડિગ્રીએ નોંધાઇ શકે છે. તો બીજી તરફ રર ડિસેમ્બર બાદ ગાત્રો થિજવતી ઠંડીનો પણ લોકોએ સામનો કરવો પડશે. પરંતુ પોરબંદરની ગરમ કપડાની બજારમાં હજુ સુધી પણ કોઇ ખાસી ગ્રાહકી જોવા મળતી નથી. ર૦ ટકાના ભાવ વધારા સાથે સ્વેટર, મફલર, ચિલ્ડ્રનવેર તથા જેન્ટસવેર, લેડિઝવેર વગેરે અવનવી આઇટમો બજારમાં આવી ગઇ છે.

પોરબંદર શહેરમાં કડકડતી ઠંડીનો અહેસાસ હવે ધીરે ધીરે થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. ઠંડીની સાથે હવે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. ૧ર અને ૧૩ ડિસેમ્બર દરમિયાન માવઠાનું અનુમાન હવામાન દ્વારા આપવામાં આવ્યું છે. રર ડિસેમ્બરે ઠંડીનું જોર વધશે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનના કારણે ઉત્તર-પશ્ચિમ, મધ્યમ અને પૂર્વ ભારતના મોટાભાગોમાં ઠંડીનો ચમકારો છે. શિયાળાની ઋતુમાં ગરમ કપડાની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ ક્યાંક લોકોની નીરશતા પણ ગરમ કપડાની બજારમાં જોવા મળી રહી છે. ર૦ ટકાનો ભાવ વધારો ગત વર્ષ કરતા આ વર્ષે જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના સુદામાચોક નજીક આવેલ ગરમ કપડાની માર્કેટમાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક લોકોની ખરીદીમાં નીરશતાના લીધે હજુ સુધી ગ્રાહકી જોવા મળતી નથી. વેપારીના જણાવ્યા મુજબ ૧ લી નવેમ્બરથી માર્કેટ શરૂ થઇ છે. પરંતુ હજુ સુધી કોઇ ખાસી ગ્રાહકી જોવા મળતી નથી. માર્કેટમાં જીન્સ ઝેકેટ, ઓમા ઝેકેટ, જેન્સ ટોપી, મફલર, સ્કાફ, હાથમોજા, બાળકોના વોકમેન વગેરે જેવી આઇટમો માર્કેટમાં આવી છે. ખાસ ચાઇનાના ડી.એન.જી. લેધર ઝેકેટ અને સ્પોર્ટસ જેકેટ આવ્યા છે. આવીબધી આઇટમો પંજાબ, લુધિયાણા સહિતના મોટા શહેરોમાંથી આવે છે. પોરબંદરની બજારમાં શિયાળાની ઋતુમાં અવનવી આઇટમો આવી ગઇ છે. પરંતુ ગ્રાહકોની નિરશતાને લીધે વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે. ત્યારે લોકોએ પણ સ્થાનીક બજારોમાંથી ગરમ કપડાની ખરીદી કરી પોરબંદરના આર્થિક ચક્રને આગળ ધપાવવા વેપારીઓ ઇચ્છી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં તથા માંડવા ટોલનાકા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ભાજપના આંતરિક જૂથવાદના કારણે ભરૂચમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય…

ProudOfGujarat

ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા માહિતી નહિ અપાતા સાત દિવસમાં માહિતી આપવા નાયબ કલેકટરનો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!