Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના અપડેટ પંચમહાલ જિલ્લામાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી. જિલ્લામાંથી અત્યાર સુધી કુલ 26 સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જે પૈકી 18 ના રિપોર્ટ નેગેટીવ રહ્યા હતા તેમજ 1 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ શખ્સનું વડોદરા ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. ર વ્યક્તિઓના સેમ્પલ ફરીથી મોકલવાના થયા છે તેમજ 5 સેમ્પલના રિપોર્ટ હજી આવવાના બાકી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1264 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે, જે પૈકી 1108 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરેલ છે જ્યારે 156 વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજી ચાલુ છે. જિલ્લામાં ગોધરા શહેરમાં 1 પ્રભાવિત ક્લસ્ટરની ઓળખાણ કરવામાં આવી છે. આ કલસ્ટરમાં 74 ઘરોનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટીવ વ્યક્તિ સાથે સંપર્કમાં આવી હોય તેવા 20 વ્યક્તિઓ અને ઘનિષ્ઠ સંપર્કમાં આવી હોય તેવી 8 વ્યક્તિઓના સ્વાસ્થ્યની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ 8 વ્યક્તિઓનું ક્યુએસટી ટીમ દ્વારા દિવસમાં 2 વાર અને બાકીની 12 વ્યક્તિઓનું દિવસમાં 1 વાર આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં 1270 જેટલા ટ્રિપલ લેયર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના પ્રભાવિત વિસ્તારના આસપાસના 02 કિમી જેટલા બફર એરિયામાં 19 મેડિકલ ટીમો દ્વારા 7213 ઘરોનો સઘન સર્વે હાથ ધરી કુલ 38,034 જેટલા લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

ProudOfGujarat

જંબુસર જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વિધ્યાર્થીસંધની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!