Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

Share

રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર દેવપરાના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે આગળ જતી કારને ટક્કર મારી અડફેટે લેતા કારમાં સવાર ચાર શિક્ષકોનો સદભાગે આબાદ બચાવ થયો હતો જો કે કારને નુકસાની થતાં પાણશીણા પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુળ અમદાવાદ રહેતા અને હાલ દેવપરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન કૃણાલભાઇ રાજન અને અન્ય ચાર શિક્ષકો કારમાં દેવપરા તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે આગળ આવી તેમની કારને ટક્કર મારી અડફેટે લેતા કારમાં સવાર શિક્ષકો એ રાડારાડ બુમાબુમ કરી મુકી હતી. જીજે 13 એ ડબલ્યુ 7310 નંબર ના ડમ્પર ચાલક હિતેષ બાલકૃષ્ણ રામાનંદી રહે. સાયલા વાળા વિરૂદ્ધ ગુનો નોંધાવતાં પાણશીણા પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી હાઇવે પર સિકસલેનનુ કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : રિક્ષામાં આગળ પેસેન્જરને બેસાડી મોબાઇલની ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

ProudOfGujarat

વડોદરાની MSU ની લો ફેકલ્ટીના કેટલાક પરિણામો 70 દિવસથી જાહેર નહીં કરતા ABVP ની રજૂઆત

ProudOfGujarat

માંગરોળથી નાની નરોલી જવાના રસ્તે શાહ ગામના પાટીયા પાસે ખાડી ઉપર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ હોઈ રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!