Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે હોળી ઘુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવ યોજાયો.

Share

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી ઘુળેટી પર્વ નિમિતે દિવ્ય રંગોત્સનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ રંગોત્સવનું આયોજન વડતાલધામ દ્રિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષયમાં યોજાયો હતો. આ હોળી-ધુળેટી પર્વ નિમિતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

દેશમાં તહેવારનું અનેરુ મહત્વ હોય છે અને રાજ્યમાં હાલ અનેક જગ્યાએ હોળી-ધુળેટી તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સાળંગપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે પણ આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંતો અને 50 હજાર કરતા વધુ ભક્તો દ્વારા મંદિરના પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવાયા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા. રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. આ ઉપરાંત 70 થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા કંકુ તેમજ 5 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન વડે હવામાં ઉડાવવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં ખાસ નાસિકના 60 ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે NLSA દિવસ નિમિત્તે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

લુણાવાડા ખાતે આર્યુવેદિક ડોકટરોનો રિન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!