Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરટીઓ ઇન્સપેકટર જે.વી.શાહનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

Share

રાજકોટ : સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિતે રાજકોટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આરટીઓ ઇન્સ્પેકટર જે.વી.શાહનું સન્માનપત્ર આપી બહુમાન કર્યુ હતુ. રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં આરટીઓ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને છેલ્લા ઘણા વર્ષોથી સરકારના માર્ગ સલામતી, ટ્રાફીક સપ્તાહ, ઓર્ગન ડોનેશન સહિતના મુદ્દે લોકજાગૃતિ કેળવવા બદલ જે.વી.શાહને સન્માનીત કરાયા છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ એઆરટીઓની  જવાબદારી પણ સફળતાપુર્વક નિભાવી છે. આરટીઓમાં લાયસન્સ, ટ્રાફીક ચેકીંગ સહિતની  જવાબદારીઓ વચ્ચે લોકોમાં જાગૃતિ કેળવવાનું તેઓ ચૂકતા  નથી એવા આરટીઓ ઇન્સ્પેકટર જે.વી.શાહનું સ્વાતંત્ર્ય પર્વ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયુ હતુ. જે તસ્વીરમાં  નજરે પડે છે.

( સૌજન્ય : અકિલા )

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ અનોખી સિદ્ધિ હાંસલ કરી…જાણો કઈ?

ProudOfGujarat

ગુજરાતમાં કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ : રાજકીય માહોલમાં ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!