Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજકોટ સહિત રાજ્યભરના એસ.ટી.ડિવિઝનમાં 2400 ડ્રાઈવર-કંડકટરની ભરતી માટે કાર્યવાહી શરૂ

Share

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના વિવિધ ડિવિઝનમાં ડ્રાઈવર-કંડકટરની ઘટ પૂર્ણ કરવામાટે 1500 કંડકટર અને 900 ડ્રાઈવરની ભરતી માટે કાર્યવાહી શ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં રાજકોટ એસ.ટી.ડિવિઝન કચેરીના વર્તૂળોના જણાવ્યા મુજબ 1500 કંડકટરની ભરતી કરવામાં આવનાર છે જેમાં લાયકાત ધો.12 પાસ અને વય મયર્દિા 35 વર્ષ છે. પ્રથમ પાંચ વર્ષ ફિકસ પગારથી અને ત્યારબાદ નિયમાનુસાર ફુલ સ્કેલ પગાર અપાશે.

Advertisement

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ડ્રાઈવરની 900 જગ્યા માટે ભરતી શ કરાઈ છે જેમાં શૈક્ષણિક લાયકાત ધો.10 પાસ તેમજ ચાર વર્ષનો હેવી વ્હીકલ ડ્રાઈવીંગનો અનુભવ હોવો ફરજિયાત છે. ડ્રાઈવરમાં પણ પ્રથમ પાંચ વર્ષ ફિકસ પગાર અને ત્યારબાદ નિયમ અનુસાર ફૂલ સ્કેલ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી.નિગમમાં લાંબો સમય સુધી ભરતી શ કરતા સ્ટાફની ઘટ પુરાવા લાગી છે. આમ છતાં ડ્રાઈવર-કંડકટર સહિતના બસ સ્ટાફની હજુ પણ અછત હોય તાજેતરમાં ફરી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.


Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી, વિવિધ રાજકીય પક્ષોએ પ્રચારનાં શ્રી ગણેશ કર્યા…પ્રજા વચ્ચે જઇ મત આપવા કરાઈ અપીલો…

ProudOfGujarat

ભરૂચમાં ચકચારી લૂંટ, અપહરણ અને મારમારીની ઘટનામાં ફરાર થયેલ અન્ય બે આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવ્યા, ઉતરાયણના દિવસે બની હતી ઘટના

ProudOfGujarat

ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ઝઘડિયા ખાતે આપવા વિદ્યાર્થીઓની માંગ.

ProudOfGujarat
error: Content is protected !!