Proud of Gujarat
GujaratFeaturedINDIA

યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ, કપાસ, મગફળી, સોયાબીનનું કર્યું વાવેતર.

Share

મુંબઈમાં ચોમાસાએ પધરામણી કર્યા બાદ ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં મેઘાના મંડાણ થવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે બપોર પછી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. વિરપુર પંથકમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું અને આ સાથે જ ખેડૂતોએ વરસાદ વરસતા જ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા હતા.

જગતના તાતે વીરપુર પંથકમાં ગઈ કાલે પડેલા વાવણી લાયક સારા વરસાદને પગલે કપાસ, મગફળી, સોયાબીન જેવા વગેરે પાકોનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં વાવેતર કરેલા પાક ઉપર અને ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસે અને વાવેલા પાકનું ઉત્પાદન સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના કીમોજ ગામની પાયલોટ ઉર્વશી દુબેનુ દુધધારા ડેરી ખાતે અભિવાદન કરાયું

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા નજીક અજાણ્યા વાહને મહિલાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

મંગળવારનું રાશિફળ : જાણો ક્યાં રાશિના જાતકોની ખુલશે કિસ્મત, તો ક્યાં રાશિના જાતકોને થશે નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!