Proud of Gujarat
FeaturedGujaratINDIA

જિલ્લા પોલીસ વડા અને વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડીની મુલાકાત લીધી.

Share

કોરોના વાયરસ અંતર્ગત દેશ વ્યાપી લોકડાઉનનો હાલ અમલ ચાલી રહ્યો છે.ત્યારે લોકડાઉનને લઇને સરકારી જાહેરનામાનો ભંગ ના થાય તે માટે પોલીસ દ્વારા કડક પગલા ભરાતા હોય છે.ભરુચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે બપોરે ઝઘડીયા તાલુકાના રાજપારડીની આકસ્મિક મુલાકાત લીધી હતી.ત્યારબાદ મંગળવાર બપોરે વડોદરા રેન્જ આઇ.જી.અભય ચુડસમાએ રાજપારડીની ટુંકી મુલાકાત લીધી હતી.બંને પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.અને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ સાથે જરુરી ચર્ચા કરી હતી.નગરનાં નાગરીકોના સહકારથી પોલીસ દ્વારા લોકડાઉનના કડક અમલની કરાતી કામગીરીને આવકારી હતી.ઉપરાંત ફરજ બજાવતા પોલીસ જવાનોએ હાલ પૌષ્ટિક આહાર લેવો હિતાવહ છે અને કોરોના સંક્રમણથી બચવા સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેવાની સલાહ આપી હતી.જિલ્લા પોલીસ વડા અને વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડીની ટુંકી મુલાકાત દરમિયાન હાલમાં ચાલી રહેલા લોકડાઉન અંતર્ગત પરિસ્થિતિ નિહાળીને પોલીસ જવાનોને જરુરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ જનતા પણ જાહેરનામાનાં અમલ માટે તંત્રને પુરો સહયોગ આપે એવો અનુરોધ કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દિવના પૌરાણિક કિલ્લા પાસે અચાનક આગ…પ્રવાસીઓ મુંજાયા જાણો કેમ…..???

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તાર માંથી ચોરી નાં વાહન સાથે વાહન ચોર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!