Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે જિલ્લા એલસીબી ટીમ અને સ્થાનિક રાજપારડી પોલીસે બે અલગ અલગ રેડ દરમિયાન સાડા દસ લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જિલ્લા એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા બાતમીના સ્થળે રેડ કરતા વિદેશી દારૂ સહિત મોટી રકમનો મુદ્દામાલ હાથ લાગ્યો હતો.એલસીબી પોલીસની અખબારી યાદીમાં જણાવાયા મુજબ લોકડાઉન અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ થાય તે માટે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તે દરમિયાન મળેલ બાતમી મુજબ એલસીબી ટીમે રાજપારડીના શ્રીજીનગર સોસાયટી તેમજ નજીકમાં આવેલ નવી વસાહતમાંથી વિજયભાઇ વસાવા તથા અમીતભાઇ વસાવા બંને રહે.રાજપારડી તા.ઝઘડીયા જિ. ભરૂચનાં ઘરે રેડ કરતા પાર્ક કરેલ વાહનમાંથી તેમજ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીએ આ રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન નંગ ૯૭૮ કિંમત રૂ.૧,૦૬,૨૦૦ ઇન્ડીકા ગાડી કિંમત રૂ.૨,૫૦,૦૦૦ તેમજ એકટિવા ગાડી કિંમત રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૩,૮૧,૨૦૦ નો મુદ્દામાલ ઝડપીને આ ગુનામાં કહેવાતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.ઉપરાંત સ્થાનિક રાજપારડી પોલીસને પણ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી મુજબ બાતમીના સ્થળે પીએસઆઇ જાદવ અને પોલીસ સ્ટાફે રેડ કરતા નવા માલજીપુરા ગામની સીમમાંથી માટી નીચે સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુનો રૂ.૬,૭૬,૮૦૦ નો જથ્થો હાથ લાગતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મનાતા વોન્ટેડ વિજય વસાવા તેમજ અશોક વસાવા બંને રહે.શ્રીજીનગર રાજપારડી તથા અમીત વસાવા રહે.કરજણ કોલોનીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. રાજપારડી ગામે આટલી મોટી રકમના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો પકડાતા બેનંબરી દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.પોલીસે દારૂ વેચનારા પ્રત્યે લાલ આંખ કરતા પંથકમાં દારૂનાં ધંધા સાથે સંકળાયેલા કેટલાક બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ પણ સંભળાવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : જૈન સોશ્યલ ગૃપ દ્વારા બહેનો માટે સ્કીલ બેઝ ટ્રેનીંગ વર્ગોનું આયોજન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલમાં બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા  ઇનહાઉસ સોશિયલ એક્ટિવિટી અંતર્ગત અંકલેશ્વરની બે શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!