Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં વરસાદનું આગમન થતાં ગરમીમાં રાહત.

Share

વરસાદનું આગમન થતાં રાજપારડી પંથકની જનતાએ ઉકળાટથી થોડી રાહતનો અનુભવ કર્યો છે. કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપથી ચિંતિત ગ્રામજનો ઉનાળાની ગરમીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ગઇકાલે સાંજે અને આજે બપોરનાં વરસાદે આગમન કરતા ચોમાસાની વિધિવત શરૂઆત થવા પામી હતી.ચોમાસામાં નળીયાવાળા મકાનો પર પ્લાસ્ટિક ઢાંકવુ પડે છે.તેમજ અમુક મકાનો પર પતરા પણ ચઢાવવામાં આવે છે. ત્યારે વરસાદની શરૂઆતે રાજપારડી ઉમલ્લાનાં બજારોમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકની તાડપત્રી અને પતરાની ખરીદી કરતા ગ્રામજનો નજરે પડી રહ્યા છે.ચોમાસાની શરૂઆતે ખેતીકામને પણ વેગ મળતો હોય છે.બજારોમાં ગ્રામજનો ખેતી વિષયક સામાનની ખરીદી કરતા પણ દેખાય છે.કોરોનાની મહામારીને નિયંત્રણમાં રાખવા દેશમાં તબક્કાવાર એક પછી એક ચાર લોકડાઉનોનો અમલ થયો. બાદમાં શરતોને આધિન મોટી છુટછાટો મળતા બજારોમાં ઘરાકીનો માહોલ જોવા મળે છે.રાજપારડી પંથકમાં ચોમાસાની શરૂઆતે ગ્રામજનોએ ઉકળાટથી કંઇક અંશે રાહતનો અનુભવ કર્યો છે. ચોમાસાનાં આગમન ટાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં ખેતરોમાં હવે ખેતીકામનો સંચાર થશે. શરૂ થયેલ ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય અને આગામી વર્ષ સારુ આવે એવી જનતા આશા રાખીને બેઠી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભરૂચ માં આયોજીત જાહેર પર્યાવણિય સુનાવણી જે ગેરકાયદેસરની અને ગેરબંધારણીય જેથી તેનો કરાતો વિરોધ.

ProudOfGujarat

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

ProudOfGujarat

ભરૂચ શહેરમાં 45 થી વધુ વયના લોકો માટે 3 સેન્ટરો પર કોવીડ – 19 નું રસીકરણ શરૂ : જુઓ ક્યાં સ્થળ પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!