Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપારડી નગરમાં કોરોના પોઝિટિવ અંતર્ગત સીલ કરાયેલ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર આવતીકાલે ખુલ્લો કરાશે.

Share

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં એક સ્થાનિક તબીબ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સંબંધિત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયું હતું.આ તબીબ દંપતિ કોરોના સામેના જંગમાં વિજયી બનીને ચાર દિવસ અગાઉ ઘેર પાછા ફર્યા છે.રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારનો નિયત સમયગાળો પુર્ણ થતાં હવે આવતીકાલ તા.૩ જી જુલાઇનાં રોજ કન્ટેન્ટમેન્ટ ઝોન ખુલ્લો કરાશે.આમ કન્ટેન્ટમેન્ટ થયેલ રાજપારડીનું મુખ્ય બજાર હવે રાબેતા મુજબ ધબકતું થશે.આરોગ્ય વિભાગનાં ડો.અશોક જાની અને ડો.છોટુભાઈ વસાવાનાં જણાવ્યા મુજબ નગરનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતા ૧૫૦ જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં વિસ્તારમાં આવેલા ગામોએ બે દિવસ દરમિયાન કુલ આઠ શંકાસ્પદ વ્યક્તિઓનાં સેમ્પલ લેવાયા હતા.જે પૈકી એકનો રિપોર્ટ આવતા તે નેગેટીવ જણાયો હતો. ત્યાં સુધી હજી અન્ય સાત વ્યક્તિઓનાં રિપોર્ટ આવવાના બાકી છે. ઉપરાંત અવિધા ગામે પણ બે કોરોના પોઝિટિવ કેસ આવતા અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

સ્વછતાની ગુલબંગો વચ્ચે ગંદકીમાં સબડતું અંકલેશ્વર નગર…

ProudOfGujarat

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી” કરાઇ.

ProudOfGujarat

ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીનો પટવિસ્તાર અસામાજીક તત્વોનો બન્યો અડ્ડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!