Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે હોટલનાં કંપાઉન્ડમાં મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ધોરીમાર્ગ પર આવેલ દર્શન હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાનાં સેવાલણી ગામના એહમદ અબ્બાસ અલીહુશૈન સુણસારા રાજપારડી ગામે ધોરીમાર્ગ પર આવેલ દર્શન હોટલ ચલાવે છે.તા.૭ મી જુલાઈનાં રોજ રાત્રે તેમની મોટરસાયકલ હોટલ સામે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે પાર્ક કરેલ જગ્યાએ મોટરસાયકલ ના દેખાતા મોટરસાયકલ ચોરી થઇ હોવાનું જણાયુ હતું. મોટરસાયકલ શોધવા છતા મળી ન હતી.ત્યારબાદ આ હોટલ સંચાલક કોઇ કામસર તેમના વતનમાં ગયા હતા.દરમિયાન રાજપારડી પરત આવ્યા બાદ પણ મોટરસાયકલની ભાળ ન મળતા તેમણે તા.૧૭ મીના રોજ રાજપારડી પોલીસમાં મોટરસાયકલ ચોરાવા બાબતે ફરિયાદ લખાવી હતી.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

લીંબડીના રાધેગોવિદ પાર્કનાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી માં કેદ

ProudOfGujarat

આદિવાસી મહિલાઓ રણચંડી બની પોલીસ અને મહિલાઓ વચ્ચે તું તું મે મે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!