Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપલા નાગરિક બેન્કની 11 બેઠકોની ચૂંટણીમાં બન્ને પેનલોના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી.

Share

 

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા ):

Advertisement
ચૂંટણી પૂર્વે પત્રિકા યુદ્ધ દ્વારા સામસામે કાદવ ઉછાળવાની ગંદી રાજનીતિ સપાટી પર આવી,11 બેઠકો માટેના 31 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ 26મીએ સોમવારે રાજપીપળા નાગરિક બેંકના સભાખંડમાં મતગણતરી.
રાજપીપલા નાગરિક સહકારી બેન્કની 8 સામાન્ય,2 મહિલા અનામત અને 1 એસ.સી એસ.ટી અનામત મળી કુલ બેઠકો માટે રવિવારે રાજપીપલા હાઈસ્કૂલમાં ચૂંટણી યોજાઈ હતી.રાજપીપળા નાગરિક બેંકના ઇતિહાસમાં પ્રથમવાર તમામે તમામ 11 બેઠકો માટે 5 વર્ષની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં 31 ઉમેદવારો મેદાનમાં હતા.બેંકના 13000 જેટલા સભાસદ મતદારો પૈકી 3915 મતદારોએ પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ વખતે સહકાર પેનલના 11 અને હિતરક્ષક પેનલના 11 ઉમેદવારો વચ્ચે વચ્ચે સીધો જંગ ખેલાયો હતો.જ્યારે 9 ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.રવિવારે યોજાયેલા મતદાનમાં 30% જેટલું નિરશ મતદાન થયું હતું.11 બેઠક માટે 31 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થતા 26મી ફેબ્રુઆરીએ સોમવારે ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભાખંડમાં મતપેટીઓ ખુલશે ત્યારે જ મતદારોએ કોના પર કળશ ઢોળ્યો છે એની ખબર પડશે.આ તમામની વચ્ચે ચૂંટણી પૂર્વે પત્રિકા યુદ્ધ દ્વારા સામસામે કાદવ ઉછાળવાની ગંદી રાજનીતિ પણ સપાટી પર આવી હતી.
તો બીજી બાજુ મતદાન દરમિયાન બપોરના સમયે બેંક દ્વારા તમામ ઉમેદવારો,બેંક સ્ટાફ અને ઉમેદવારોના એજન્ટો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારે જમવા મુદ્દે એક પેનલના સમર્થકે બીજી પેનલના સમર્થકને કંઈક અજુકતું બોલતા મામલો બીચકયો હતો.અને મોટી સંખ્યામાં હાજર મતદારો તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં બન્ને પેનલોના સમર્થકો વચ્ચે છુટા હાથની મારનારી ચાલુ થઈ જતા એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું.જોકે ક્ષણભરમાં જ પોલીસે ત્યાં આવી તમામને છોડાવતા મામલો થાળે પડ્યો હતો.રાજપીપળા શહેરની શાખ સમાન રાજપીપળા નાગરિક સહકારી બેંકની ચૂંટણીના ઇતિહાસમાં મારમારીનો બનેલો પ્રથમ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો.તો આ મામલે કોઇ પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાઈ છે કે નહીં એ જાણવા મળ્યું નથી.

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં ૭૫ માં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ના વહાલુ ગામ નજીક અજાણ્યા વાહન ની અડફેટે ઇજાગ્રસ્ત યુવક નું મોત 

ProudOfGujarat
error: Content is protected !!