Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

રાજપીપળા મહિલા પો.સ્ટે.ની હે.કો રમીલા પરમારને લાંચ કેસમાં 6 માસની કેદ,2 હજાર દંડ.

Share

પતિ-પત્નિના ઝઘડામાં જામીન આપવા તમામ કામ ઉતાવળે કરવા રમીલા વસાવાએ 10 હજારની લાંચ માંગી હતી.
રાજપીપળા મહિલા પોલીસ મથકના હે.કો રમીલા પરમારે પતિ-પત્નીના ઝઘડાને કેસમાં જામીન તથા બીજા કામો ઉતાવળે પતાવવા 10 હજારની લાંચ માંગી હતી.આ મામલે એસીબી માં ફરિયાદ થતા તેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.આ કેસમાં રાજપીપળા કોર્ટે મહિલા પોલીસ કર્મીને 6 માસની સાદી કેદ,2 હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ વડોદરાના પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્નીએ રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં આરોપી પતિને વહેલા જામીન માટે તથા અન્ય કામ ઉતાવળે પતાવવા હે.કો રમીલા પરમારે આરોપીના ભાઈ પાસે 10 હજારની લાંચ માંગી હતી.જે પૈકી 5 હજારનો પહેલો ચૂકવાયો હતો.બાદ રમીલા પરમાર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં રમીલા પરમાર 5 હજારનો બીજો હપ્તો લેતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.આ કેસ નર્મદાની કોર્ટમાં ચાલી જતા જજ એન.આર.જોશીએ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર દલીલોને ધ્યાને રાખી રમીલા વસાવાને 6 માસની સાદી કેદ,2 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો છે.

Share

Related posts

રાજપીપલામાં કોરોનોનું તાંડવ : ગત બે દિવસમાં 14 ના થયા અગ્નિસંસ્કાર જે પૈકી તંત્રના ચોપડે છુપાવાઈ રહ્યા છે મોતના આંકડા…

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!