Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

વીપીએલ સીઝન 3 માં રાજપીપલા કિંગ્સની પહેલી જીત

Share

વિશાલ મિસ્ત્રી

ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમના મેદાન પર 29 ડિસેમ્બરથી ચાલુ થયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગ સીઝન 3 ની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે પેહલી બે મેચ હાર્યા બાદ રાજપીપલા કિંગ્સએ આજે એક મેચ જીતી લીધી છે.જ્યારે વીપીએલની ઉદ્ઘાટન મેચ રાજપીપલા કિંગ્સ અને ગ્વાલિયર ગોલ્ડન ટાઇગર વચ્ચે રમાઈ હતી.જેમાં ગ્વાલિયર વિજેતા બન્યું હતું.જ્યારે રવિવારે ગ્વાલિયર ગોલ્ડન ટાઇગર અને રાજપીપલા કિંગ્સ વચ્ચે મેચ રમાય હતી.જેમાં ટોસ જીત્યા બાદ ગ્વાલિયર ગોલ્ડન ટાઈગરે પેહલા બેટીંગ કરતા 10 વિકેટ પર 106 રન કર્યા હતા.જ્યારે સ્કોર નો પીછો કરતા રાજપીપલા કિંગ્સએ 19 ઓવરમાં 7 વિકેટે 108 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચથી કોસંબા જતા હાઈવે પર ગેરકાયદેસર કેમિકલ વગે કરવાનાં વધતા જતા બનાવો…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ બાર એસોસિએશનમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!