Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

રાજપીપલાની ગ્રામીણ બેંકના રૂમમાં યુવાન પંખે લટક્યો,હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ  

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)
રાજપીપલા તાલુકા પંચાયતની કચેરીની બાજુમાં આવેલ ગ્રામીણ બેંકના અંદરના રૂમમાં શનિવારે સવારે એક યુવાન પંખા પર કપડું બાંધી લટકેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.જેથી બેંક બહાર લોકટોળા જામ્યાં હતા.બાદ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.
રાજપીપલાની ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ બેંકના મકાનના એક રૂમમાં મેઘરાજસિંહ અમરસિંહ સોલંકી ( રહે ,સાઈબાબા મંદિર પાસે,રાજપીપલા ) નો મૃતદેહ મળતા લોકટોળા એકઠા થયા હતા.બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળૅ દોડી આવી પુછપરછ કરતા જાણવા મળ્યું કે મરનાર મઘરાજસિંહએ પંખે લટકી ફાસો ખાધો હતો.જેથી પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને રાજપીપળા સિવિલ હિસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો.જયારે સિવિલ પર ફરજ પરના તબીબે આ બાબતે પોલીસ સ્ટેશને વર્ધી લખાવતા પોલીસે હાલ એ.ડી.દાખલ કરી વધુ તપાશ હાથ ધરી છે.મારનારે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે તપાશમાં બહાર આવશે.પરંતુ પંખા પર લટકતું કપડું અને મૃતકના ગળે વીંટળાયેલું કપડું એક જ હોય લોકો દ્વારા મળેલી ફાંસાની વાત યોગ્ય જણાતી લાગી હતી.ત્યારે ઘટનાસ્થળ પરથી પોલીસને કોઈ સુસાઇટ નોટ પણ નથી મળી માટે હાલ આ આત્મહત્યા છે કે હત્યા તે કેહવું મુશ્કેલ છે.

Share

Related posts

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ સાથે ગેરવર્તન કરનાર ભરૂચ તાલુકાના ઉમરાજના તલાટી કમ મંત્રીની માહીતી આયોગ કોર્ટે ધૂળ કાઢી…

ProudOfGujarat

દશેરા નિમિત્તે ફાફડા બનાવવા એકને એક તેલનો વારંવાર ઉપયોગ થતા AMC ફૂડ વિભાગની કાર્યવાહી.

ProudOfGujarat

નવસારી ના ચીખલી માં 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ ,ચીખલી પોલીસે ગણતરી ના કલાકો માં હવસખોર ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat
error: Content is protected !!