Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

નંદોદના પોઇચા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીએ લઘુશંકાએ જઈ રહેલી એક બાળકી ખાડકૂવામાં ખાબકતા મોત.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
શૈક્ષણિક પ્રવાસ ક્યારેક અંતિમ પ્રવાસ પણ બની શકે છે તેવો મા બાપ માટે લાલબત્તી સમાન એક કિસ્સો રાજપીપલા નજીક આવેલા નીલકંઠધામ પ્રવાસન સ્થાળે બનવા પામ્યો છે.શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના થાવર ગામેથી આવેલ વિવેકાનંદ વિદ્યાલયના પ્રવસીઓમાંની એક બાળકીએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે.બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામેથી વિવેકાનંદ વિદ્યાલયથી 115 વિદ્યાર્થીઓ પોતાના 7 શિક્ષકો સાથે નર્મદા જિલ્લામાં પ્રવાસે આવ્યા હતા.નર્મદા બંધની મુલાકાત બાદ આ બાળકોને લઈને શાળાના 7 શિક્ષકો પ્રવસનધામ ગણાતા નીલકંઠ ધામ પોઇચા ખાતે આવ્યા હતા.સમી સાંજે અહીંના પ્રદર્શન અને મંદિર દર્શન કર્યા બાદ સાંજનું ભોજન પણ બાળકોએ અહી જ લીધું હતું.ત્યારબાદ રાત્રીના 10 ની આસપાસ કેટલીક બાળાઓ લઘુશંકાએ જવા માટે મંદિરના પાર્કિંગ વિસ્તારની પાછળ ગઈ હતી તે વખતે 15 વર્ષીય હેતલ ચૌધરીનો પગ એક ચીકણા ખાડામાં પડતા તે સીધી જ ખાડામાં ગરકી ગઈ હતી.ક્ષણભરમાં બનેલી આ ઘટનાથી તેની સાથે ગયેલી બાળકીઓ ચોંકી ઉઠી હતી અને બૂમ બૂમ કરતા એક શિક્ષિકા અને એક શિક્ષક દોડી આવ્યા હતા અને ઓઢણી નાખી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ખાડામાં ગરકી જતા શ્વાસ રૂંધાયો હતો.બાદ તેને આસપાસના ગ્રામજનોએ રેસ્ક્યુ કરી મહામુસીબતે બહાર કાઢી હતી. રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.
બાળકીને બચાવવા માટે શાળાની બાળકીઓ અને શિક્ષકો દ્વારા પ્રયત્ન કરાયો પરંતુ તેઓ નાકામયાબ થયા હતા.આ બાબતે મોડી રાત્રે બાળકીના પિતાને ફોન પર ખબર આપતા તેઓ રાજપીપલા સિવિલ હોસ્પિટલે ધસી આવ્યા હતા પરંતુ તેઓ થવાકાળ આ ઘટનાથી ખુબજ ડઘાઈ ગયા હતા.જો કે શિક્ષકનું કહેવું છે કે આ બાળકી નાના ગામડામાંથી આવતી હોઈ તેને આ રીતે બહાર કુદરતી હાજતે જવાની આદત હોવાથી તેની સાથે અન્ય શિક્ષિકા ગઈ ના હતી પરંતુ અંધારાને કારણે તેને આ ખાડો જોયો નહિ હોય અને તેનો પગ સરકી ગયો હશે અમે બચાવવાની કોશિશ કરી હતી પણ બચી શકી નહીં.
જોકે આ તમામ ઘટનાને નજરે નિહાળનાર અને રેસ્ક્યુમાં સહભાગીનું માનવું છે કે આ બાળકીના મોત પાછળ ખુલ્લામાં આ પ્રમાણે ખાડ કૂવો બનાવ્યો કારણભૂત છે.બીજી બાજુ આ ઘટના બાદ ખાડ કુવાની આગળ રાતોરાત એક વાળ તૈયાર કરાઈ હોવાનો પોઇચા-ગામડીના સરપંચ દિપક વસાવાએ આક્ષેપ લગાવ્યો છે.તો સવાલ એ પણ થાય કે શું આ બાળકી આ વાડ કૂદીને ત્યાં મોતને ભેટવા ગઈ હશે કે આ ઘટનાને ઢાંકવા વાડ ઉભી કરાઈ હશે?
સમયાંતરે થવા કાળ ઘટના ઘટે જ છે તે મિથ્યા નથી પરંતુ શૈક્ષણિક પ્રવાસે લઇ જતા શિક્ષકો માટે પણ બાળકોની સુરક્ષાની એટલીજ જવાબદારી હોય છે.ત્યારે વાલીઓ પણ આ શિક્ષકો પર આંધળો વિશ્વાસ રાખી તેમના કાળજાના કટકાને સોંપતા હોય છે.ત્યારે બનેલી આ ઘટના બાદ શિક્ષકો અને પ્રવાસનસ્થળના સંચાલકો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે

Share

Related posts

અભિનેત્રી સીરત કપૂર કહે છે, “ફિટનેસ મને મારી માનસિક શાંતિ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે.”

ProudOfGujarat

ભરૂચમાં શહીદ દિન નિમિત્તે મૌનાજલી… શ્રદ્ધાંજલિ ના વિવિધ કાર્યક્રમો ના આયોજન. વાહનો થોભાવી દેવાયા…

ProudOfGujarat

યાત્રાધામ ડાકોરમાં 250 મી રથયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat
error: Content is protected !!