Proud of Gujarat
FeaturedGujaratINDIA

રન ફોર યુનિટીના દિવસે જ રાજપીપળા ખાતે સરદારની પ્રતિમાને તંત્ર એ એક હાર પણ ન ચઢાવ્યો…?!

Share

રાષ્ટ્રીય એકતા દિવસની જિલ્લાકક્ષાનો “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનો ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા સંસદ મનસુખભાઇ વસાવા તા. ૩૧ મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાઇ.
તા. ૩૧ મી ઓકટોબર ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ સંસદ મનસુખભાઇ વસાવાએ ફલેગ ઓફ કરીને આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લીધા હતા.  
રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત “રન ફોર યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સહિત “રન ફોર યુનિટી-એકતા દોડ” કાર્યક્રમના જિલ્લા નોડલ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી એન.બી.વસાવા,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ,જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.નિપાબેન પટેલ, સ્પોર્ટસના સીનીયર કોચ વિષ્ણુભાઈ વસાવા સહિત વેપારી મહામંડળના હોદ્દેદારો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓઓ,શહેરની શાળાના વિદ્યાર્થીઓ,મહાનુભાવો ઉપસ્થિતિમાં રહ્યા હતા.  
રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉવજણીના ભાગરૂપે રાજપીપળામાં આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ રાજપીપળા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન થઇ સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં આ કાર્યક્રમનું  સમાપન થયું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માં રાજપીપળા ખાતે “રન ફોર યુનિટી-એકતા દોડ”નું આયોજન તો કરાયુ પરંતુ આ જ્યાં આ કાર્યક્રમ પૂર્ણ કરાયો એ સરદાર ટાઉન હોલ ના ગાર્ડન માં જ એક માત્ર સરદારની પ્રતિમાં હોય ત્યાં લોકોએ ઉભા રહી ફોટા પડાવ્યા,સરબત પાણીની વ્યવસ્થા હોય એ પણ પીધા પરંતુ તંત્રના એકેયઅધિકારીએ આ પ્રતિમા પર પુષ્પહાર કે એક ફૂલ પણ ન ચઢાવ્યું ત્યારે એમ કહી શકાય કે ફક્ત પ્રસિદ્ધિ કે ઉપર થી મળેલી સૂચના માટે જ આ કાર્યક્રમ કરાયો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…

ProudOfGujarat

અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!