Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકામાં એસ ટી બસોની સુવિધા ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર

Share

– ખાનગી વાહન ચાલકો દ્વારા છાપરા ઉપર પેસેન્જર બેસાડી લોકોના જીવ ને જોખમમાં મુક્યા.
ડેડીયાપાડા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કોરોના કાળમાં બંધ પડેલી એસ ટી બસોની સુવિધા ફરી શરૂ ન કરાતાં મુસાફરો દ્વારા ખાનગી વાહનો માં ડબલ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. રક્ષાબંધન નો તહેવાર હોય તાલુકા મથકે આવવા માટે લોકો ને ખાનગી વાહનો માં આવવું પડતું હોય છે. ત્યારે ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરો ને આડેધડ જીપની ઉપર બેસાડી મુસાફરોના જીવને જોખમ માં મૂકે છે.

Advertisement

ડેડીયાપાડા થી માલસામોટ જતા રૂટ પર બસની સુવિધા ઓછી હોવાને કારણે મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર છે. મુસાફરોને ઉપર છાપરા પર તો ઠીક પરંતુ આગળ બોનેટ ઉપર પણ બેસાડવામાં આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ ? .. શુ તંત્ર દ્વારા આવા વાહનચાલકો ને રોકવામાં આવશે ? કે આમ જ બેરોકટોક પ્રજાના જીવ સાથે ચેડાં કરવામાં આવશે.

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 1 ઘાયલ

ProudOfGujarat

વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ.

ProudOfGujarat

પ્રયાગરાજનાં નેહરુ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતાં 50 દુકાનો બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!