Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

Share

દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં મિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ મી તારીખે ગુરુવારે 3:00 ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 11 મી એ રાજપીપલા ખાતે પહેલીવાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આ સ્નેહ મિલન કાર્યક્રમમા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જય શંકર, રાષ્ટ્રીય ટ્રાઈફેડના ચેરમેન, રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્નેશ મોદી તથા ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ સહીત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ સ્નેહ મિલન કાર્યક્મમા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમમા આમ જનતાને પધારવાપાર્ટી દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સમસ્ત નાગરિકોને પધારવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આ અંગે આજે જીતનગર ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમા પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાનું દિવાળી પછીનું સ્નેહ મિલન છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રિય વિદેશમંત્રી સહીતના આગેવાનો પધારી રહ્યા છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમમા આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાની છે તેના સંકલ્પ સાથે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને સંગઠન મજબૂત બનાવવા અંગેની તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તા એ કરેલા કામોની સમીક્ષા તથા આવનારા નવા આયોજનો અંગેની ચર્ચા હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ના ઘાસમંડાઈ ઘાંચીવાડ ના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે વાંધો ઉઠાવી સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..

ProudOfGujarat

ખેડાના માતરમાં કિશોરીની જાહેરમાં હત્યા કરાઈ હોવાની ઘટનાથી ચકચાર.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!