Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને રાષ્ટ્રીય મહિલા આયોગના સંયુક્ત ઉપક્રમે મહિલા કાનૂની શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજાયો.

Share

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, ન્યુ દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને રાષ્ટ્રીય મહિલા આયોગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ સરળતાથી પોતાના હક્કો અને ફરજો વિશે પૂરતી જાણકારી મેળવી શકે તે હેતુસર આજે રાજપીપલામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એસ.રંગવાલા, પેનલ એડવોકેટ શ્રીમતી બી.એમ.રામી અને વકીલ કુ. કે.સી.માછી સહિત મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં મહિલાઓને લગતા કાયદા કાનૂની શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ.રંગવાલાએ જણાવ્યું હતું કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ કાયદાકીય વિશે વધુ સમજ મેળવે તે હેતુસર કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં મહિલાઓને વિવિધ પ્રકારની કાયદાકીય સમજ પૂરી પાડવા ઉપરાંત મફત કાનૂની સહાય કોને મળી શકે તેની વિશદ છણાવટ કરવામાં આવી હતી. મહિલાઓના શોષણને અટકાવવા માટે સાચું અને સચોટ શિક્ષણ જરૂરી છે. દરેક મહિલાઓને પોતાના હક્કો અને ફરજોની પૂરતી જાણકારી હોવી જોઇએ. કાયદાકીય જ્ઞાનનું ઉપયોગ હથિયાર તરીકે નહીં પરંતુ ઢાલ તરીકે કરવા રંગવાલાએ જણાવ્યું હતું.

પેનલ એડવોકેટ શ્રીમતી બી.એમ.રામીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલાઓ પણ સશક્ત બને તે માટે મહિલાઓને શિક્ષણની સાથે કાયદાકીય જ્ઞાન પણ પૂરતા પ્રમાણમાં મેળવવં જોઇએ. આજના સમયમાં બાળ લગ્ન, ઘરેલું હિંસા, ૧૮૧ અભયમ યોજના, ભરણ પોષણ, પોક્સો એક્ટ-૨૦૧૨ અંગે કાયદાકીય વિસ્તૃત સમજ પુરી પાડી હતી. કાયદાઓમાં અલગ-અલગ જોગવાઇઓ આપેલી છે તેનો લાભ અવશ્ય લેવો જોઇએ. સ્ત્રીઓના કાયદા પ્રબળ છે. કાયદાઓનો સારી રીતે ઉપયોગ કરવો જોઇએ. આજના સમયમાં મહિલાઓનું અનેકવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન રહ્યું હોવાનું શ્રીમતી રામીએ ઉમેર્યું હતું. તેવી જ રીતે, વકીલ કુ. કે.સી.માછીએ પણ પ્રસંગોચિત કાયદાકીય વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

લીંબડીના લાલીયાદ ગામે ઈલેક્ટ્રીક વિજ પોલ ધરાશાયી થયો.

ProudOfGujarat

દેડીયાપાડાના જામલી ગામે તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબીર યોજાઇ.

ProudOfGujarat

માંગરોળના જલેબી હનુમાન મંદિરે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!