Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ ના વધુ ૭ મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવાઇ.

Share

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલ મૃતકોની નર્મદા જિલ્લા વહિવટીતંત્રને પ્રાપ્ત થયેલી યાદી પૈકીના વધુ ૭ મૃતકના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૩૦ મી નવેમ્બર,૨૦૨૧ સુધીમાં પ્રત્યેક મૃતક દિઠ રૂા.૫૦ હજાર લેખે સહાયની રકમ જે તે મૃતકના વારસદારોને DBT મારફત ચૂકવી દેવામાં આવી છે. આમ, જિલ્લામાં આ અગાઉ ૭ જેટલાં મૃતક પરિવારોને ચૂકવાયેલી સહાય સહિત આજદિન સુધીમાં કુલ-૧૪ જેટલાં મૃતકના પરિવરોને ઉક્ત સહાયની ચૂકવણી કરાઇ હોવાનું ડિઝાસ્ટર મામલતદાર રાજપીપલા તરફથી જણાવાયું છે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

કરજણના હલદરવા ગામના પાટિયા નજીક મોટરસાઈકલ સવારે મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

मिलिए “ठग्स ऑफ हिंदोस्तां ” की साहसी ज़ाफिरा से, जिसे निभा रही है फातिमा सना शेख!

ProudOfGujarat

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!