Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટ દ્વારા નર્મદા કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છગનભાઇ વણકરની આગેવાનીમા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં નિવૃત કર્મચારીઓના 18 જેટલાં પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી

આ પ્રસંગે પ્રમુખ છગનભાઇ વણકર તથા ઉપપ્રમુખ કલ્પિત ભાઈ પાટીલ, મહામંત્રી નવલભાઇ વસાવા, સહમંત્રી સુખાભાઈ બારીયા, ખજાનચી ફતેસિંહ ભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય દીપકભાઈ જગતાપ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી આવેદન આપી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા રજૂઆત કરી હતી.

મુખ્ય મંત્રીને ઉદ્દેશીને લખાયેલા આવેદનમા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પેન્સનર સંકલન સમિતિના ઠરાવથી ગુજરાત સ્ટેટ પેન્સનર ફેડરેશનના આદેશ અનુસાર નિવૃત કર્મચારીઓના ઘણા વખતથી પડતર પ્રશ્નો છે તેનો વહેલી તકેનિકાલ લાવવા અમારા પ્રશ્નોનો સત્વરે ન્યાયી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી જેમાં

Advertisement

૧. ડી.એ.ના હપ્તા તા. ૦૧-૦૧-૨૦, ૦૧-૦૭-૨૦ અને ૦૧-૦૧-૨૧ થી ફીઝ છે તે છૂટા કરો.,
૨. મેડીકલ ભથ્થુ રૂ.૩૦૦/-ના સ્થાને કેન્દ્રના ધોરણેરૂ.૧,૦૦૦/- આપો.
૩. સાતમા પગાર પંચના સચિવોની સમિતિના ફાઈનલ રિપોર્ટમુજબ ૩% આસપાસ વધારાનું પેન્શન ચૂકવવા માગણી છે.
૪. કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન ૧૫ વર્ષના સ્થાને ૧૨ વર્ષની ગણતરીથી લેવું.
૫. નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા
૬. ૮૦ વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલા છે તેમાં પરિવર્તન કરી ૬૫ વર્ષથી લાગુ કરવા.
7. પેન્શનરોને ઈન્કમટેક્ષમાં મુકિત આપો.,
૮. માતા પિતાની સેવા અને અન્ય કારણોસર મજબૂર થયેલ કુંવારી, અપરણિત દિકરી, વિધવા ત્યકતા દિકરીઓ તથા વિધુરને પેન્શન આજીવન આપવાની માંગ કરી છે.
૯. વન રેક, વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવા માગણી છે.
૧૦. કોરોનાના દવાના બિલો રીએમ્બેસમેન્ટમાં સરકાર મંજુર કરે.
૧૧. જિલ્લા મથકે પેન્શન મંડળોને જિલ્લા કાર્યાલય માટે નિઃશુલ્ક સરકારી મકાન ફાળવો,
૧૨. ૧૭ મી ડીસેમ્બર સરકાર “પેન્શનર ડે” જાહેર કરી સરકારી રાહે આયોજન કરો.
૧૩. નિવૃત્તિ દરમિયાન એક વધારાનું પેન્શન પિલગ્રીમ ટૂર તરીકેઆપવાની માગણી છે.
૧૪. પેન્સનરોના પ્રશ્ન અંગે જીલ્લાવાર દર છ માસે પેંશન અદાલતો યોજી સ્થળ પર પ્રશ્નોના નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા
૧૫. નિવૃત કર્મચારીઓને સિનિયર સીટીજનો માફક બેંક, દવાખાનાઓ, સરકારી કચેરીઓ અને પોતે જે કચેરીઓમાં મુલાકાત સમયે અગ્રતાક્રમ આપો.
૧૬. જેતે કર્મચારીઓ જ્યાંથી નિવૃત થયા હોય તે કચેરીમાં પોતાના મૂંઝવતા પ્રશ્નોના કામે જાય તો તેમના માટે અગ્રતાક્રમ આપી સહાનુભૂતિ પૂર્વક સાંભળી મદદરૂપ થાય તેવી વ્યવસ્થા પૂરી પાડવી
૧૭. નોકરી દરમીયાન કેટલાક કર્મચારીઓ પર કોર્ટ કેશ થયેલ હોય અને નિવૃતિ બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હોય, તો
તેવા કર્મચારીઓને નોકરીના પિરિયડ દરમ્યાનના મળવાપાત્ર પગાર અને અન્ય હક્કોના નાણાં વહેલી તકે ચૂકવાઈ તેવો હુકમ કરો. (કેટલાક દેશમાં કર્મચારી નિર્દોષ થવા છતાં સાત સાત વર્ષ પછી પણ અને તેમની ઉમર ૮૦ વર્ષ થી વધુ થઈ જવા છતાં તેનો યોગ્ય નિકાલ થતો નથી ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોમાં)
૧૮. નિવૃતિ કર્મચારી અવસાન પામે ત્યારે તેમની ફેમિલીને ફુટુંબ પેન્શન લેવા માટે નામ, અટક, આધાર કાર્ડ વિગેરેમાં વિસંગતતા આવતી હોય ત્યારે પેંશન મેળવવામાં ઘણી જ મુશ્કેલીઓ પડતી હોય છે તો આવા શોકગ્રસ્ત કુટુંબોની સાચી ઓળખ મેળવીને વહેલી તકે જીવનનિર્વાહ માટે નાણાં મળે તેવી સરળ પ્રક્રિયા બનાવવા રજૂઆત કરાઈ હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજારમાં રહેતા એક બુટલેગરની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અટકાયત કરી.

ProudOfGujarat

નડિયાદના યુવકે લોન માટે ગૂગલ સાઈટ પર સર્ચ કરતા ૫૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

ભરૂચ : આ ગામડાઓને જોડતો માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે મહેમાન એકવાર મુલાકાત લે તો વર્ષો સુધી જતા પણ વિચારે..!! જાણો કયાં ગામડાને જોડતા માર્ગની આવી દશા. !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!