Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : માંગરોલ ગામે આકર્ષક ઇનામોની કુપનો બતાવી ગ્રાહક સાથે છેતરપિંડી કરી આરોપી ફરાર.

Share

માંગરોળ ગામે માલસર ફળીયુ ફરીયાદીના રહેણાક મકાન પાસે રહેતા ફરિયાદી ગ્રાહક મહેશભાઇ કાલીદાસભાઇ તડવીએ આરોપીઓ (૧) અબ્દુલભાઈ રહીમભાઈ ગુલામનબી દિવાન( રહે.આણંદ કોહીનુર સોસાયટી ઇસ્માઇલ નગર પાસેતા. જી.આણંદ (૨) અફઝલ યાકુબ મેમણ (રહે.ભરૂચ વેજલપુર પારસીવાડ મકાન નંબર ૨/૧૧ તા.જી.ભરૂચ) (૩) ઇકો ફોરવ્હીલ ગાડી લઇને આવેલ ઇસમ મીનહાજ યુનુસ મન્સુરી (રહે.રણછોડરાય નગર એ-A-૯ અંક્લેશ્વર સુરતી ભાગોળ તા.અંકલેશ્વર જી. ભરૂચ)સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત અનુસાર આરોપીઓ પોતાની કજાની ફોરવ્હીલ ગાડી નંબર G 15CF4426 માં બેસી આવી રોડ ઉપર આરોપીએ ગાડી ઉભી રાખી અન્ય આરોપી ફરીયાદીના મકાન ઉપર આવી દ્વારા આકર્ષક ઇનામોની કુપનો બતાવી લોભામણી વાતો કરી ફરીયાદીને વિશ્વાસમાં લેતા ફરીયાદીએ ઘરઘંટી લેવા જણાવતા ઇસમો દ્વારા એક ઇનામના એડવાન્સમાં ત્રણ હજાર રૂપિયા ભરવા અને બેંક પાસે ઉભેલ ટેમ્પામાથી માલ તથા બીલ સાથે તેમનો માણસ આપવા માટે આવતો હોવાનુ જણાવી ફરીયાદી પાસે એડવાન્સમાં ઇનામના રૂ.૩૦૦૦/- તેમજ એક ટીકીટના રૂ.૧૦૦/- આપવાનું જણાવી ફરીયાદી પાસે થી કુલ રૂ.૩૧૦૦/- રોકડ આપતા એક ઇસમ માણસ ટેમ્પામાંથી વસ્તુ લઇ નેઆવે છે. તેમ જણાવી ફરીયાદીની નજર ચુકવી બહાર રોડ ઉપર ઉભેલ સહ આરોપી મીન્હાજ યુનુસ મન્સુરીની ઇકો ફોરવ્હીલ ગાડી નંબર GJ 15CF4426 માં બેસી ભાગી જઇ ફરીયાદીને ઇનામ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી ગુન્હો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા-અકસ્માતનો ભોગ બનેલા અપંગ કૂતરાઓ માટે MS યુનિ. એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ વ્હીલચેર બનાવી

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચના મકતમપુરમાં થયેલ ફાયરિંગનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!