Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોડલ અભિનેત્રી એશ્રા પટેલે છોટાઉદેપુરનાં કાવિઠા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી.

Share

અમિતાભ બચ્ચનની સાથે કેન્સર અવરનેશ અને શાહરૂખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ માટે મોડેલિંગ કરેલ મોડલ અભિનેત્રી એશ્રા પટેલ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતાં છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણી પણ ગ્લેમરસ બની છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાનાં કાવિઠા ગામની એશ્રા નરહરી પટેલ મુંબઈ ખાતે ટોચની બ્રાંડ માટે મોડેલ કરી રહી છે. અને તેઓનાં પિતા કાવિઠા ગ્રામ પંચાયતનાં સરપંચ હતાં અને આ વર્ષ મહીલા ઉમેદવારની બેઠક જાહેર થતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

એશ્રા પટેલ અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેશ અને શાહરૂખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ માટે મોડેલિંગ કર્યું છે ઉપરાંત પોન્ડ્સ, પેન્ટીન, પ્રોવોર્ગ, એશિયન પેન્ટ, રેમન્ડ શૂટિંગ્સ, સાથે 100 જેટલી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામ પાસે મહિલાની હત્યા પોતાનાં સગાભાઈ દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર સ્ટ્રોબેરી શેકનો આનંદ માણતી પોતાની એક તસવીર પોસ્ટ કરીને તેનો 60 મિલિયનનો જશ્ન ઉજવ્યો.

ProudOfGujarat

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!