Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં CSR એક્ટીવીટી હેઠળ JCB કંપનીના સહયોગથી સ્પોર્ટસ બોય્ઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધિ માટે દરખાસ્ત કરાઇ.

Share

નર્મદા જિલ્લાના ઉત્સાહી અને પ્રેરક સુકાની એવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટી તંત્રે રાજપીપલામાં અંદાજે રૂ.૭.૩૫ કરોડના માતબર ખર્ચે દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટીની શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ૨૦૦ બેડ ક્ષમતાની સ્પોર્ટસ હોસ્ટેલની અદ્યતન સુવિધા ઉભી કરવાના આયોજનની રૂપરેખા ઘડવાની સાથે CSR એક્ટીવીટી હેઠળ JCB (Joseph Cyril Bamford Excavators Ltd.) કંપનીના સહયોગથી આ સુવિધા ઉપલબ્ધ બને તે માટે જિલ્લા પ્રસાશન દ્વારા JCB કંપની સમક્ષ જરૂરી દરખાસ્ત કરવામાં આવી છે.

ક્રાંતિવીર અને વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રખર પ્રચારક પુરાણી બંધુઓએ સ્વતંત્રતા પહેલા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના નેજા હેઠળ રાજ્યની પ્રથમ વ્યાયામ શિક્ષણ મહાવિદ્યાલય શરૂ કરીને ખેલને શિક્ષણ સાથે જોડવાની પહેલ કરી હતી. હવે એ જ ઐતિહાસિક સંકુલમાં ઉક્ત નવી બોય્ઝ સ્પોર્ટસ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશાના પ્રયાસો જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયાં છે.

જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સિનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા ધ્વારા આ પ્રોજેક્ટ સંદર્ભે જરૂરી સંકલનની કામગીરી હાલમાં આગળ ધપી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં રાજપીપલાની છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન સંકુલ ખાતે JCB કંપનીના ઉપાધ્યક્ષ જસમીતસિંઘ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, સિનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા, કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર સ્નેહલ પટેલ, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ તથા કોલેજના આચાર્ય કૌશિકભાઇ ગોહિલ અને એસોસીએટ પ્રોફેસર ડૉ.હસમુખભાઇ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં સંસ્થાની સ્થળ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ સંકુલના વિકાસ માટે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તે મુજબ હાલ પ્રાથમિક તબક્કે અંદાજે રૂા.૭.૩૫ કરોડના ખર્ચે નવી બોય્ઝ સ્પોર્ટસ હોસ્ટલની સુવિધા ઉભી કરવાનો જિલ્લા પ્રશાસનનો આ પ્રયાસ નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ખેલકૂદ પ્રેમી-રમતવીરો માટે આશિર્વાદરૂપ બની રહેશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

છોટાઉદેપુર ખાતે નેશનલ ગર્લ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.

ProudOfGujarat

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!