Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના સુકા ગામે 2 ઘરમા આગ લાગતાં ઘર વખરીને નુકસાન.

Share

ગરુડેશ્વર તાલુકાના સુકા ગામે 2 પરિવારના ઘરમા આગની આકસ્મિક ઘટના બની હતી. ઘટના સ્થળે ગામ લોકોએ પહોંચી ગામના સરપંચ તથા ગામના આગેવાન રાજુભાઈ તડવી તથા ગામ લોકો દ્વારા આગ ઓલવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા છતા મોટા પ્રમાણમા ઘર વખરી સામાન બળી જતા ઘણું નુકસાન થયુ હતુ. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પરિવારને આર્થિક સહાય કેશ, ડોલ, રસોઈ બનાવવાના વાસણ તથા અનાજની વ્યવસ્થા કરવામા આવી હતી.

તેમની સાથે જિલ્લા ભાજપાના મહામંત્રી વિક્રમભાઈ તડવી, તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી, જિલ્લા પંચાયત સભ્ય પદમબાબુ તડવી, જીતેન્દ્રભાઈ ભીલ, રાજુભાઈ તડવી, ઉસ્માનભાઈ, ગામના સરપંચ મહેશભાઈ તડવી હાજર રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાની ભાયલી પોસ્ટ ઓફીસનાં બે નિવૃત્ત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ મળીને રૂ.7.99 લાખનું કર્યું કૌભાંડ.

ProudOfGujarat

૧૫૬-માંગરોળ લોકપ્રિય ધારા સભ્ય ગણપતસિંહ વસાવાએ ભાજપના રાષ્ટ્રીય પરિષદમાં સ્થાન મળ્યું.

ProudOfGujarat

ગોધરા : દાઉદી વ્હોરા સમાજ દ્વારા હનીફ કલંદરની ટીમનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!