Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા.

Share

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા છે. સર્વે કરી અભિપ્રાય આપવા માટે 30 હજારની લાંચ માંગતા એસીબીમા એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ACB એ છટકું ગોઠવી RFO ને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની ફરીયાદી એક જાગૃત નાગરિકે ભરુચ એસીબીને કરી હતી જેમાં આરોપી (૧) પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, રેંજ ફોરેસ્ટ ઓફીસર (આર.એફ.ઓ.) વર્ગ-૩, નાયબ વન સંરક્ષકની કચેરી. નર્મદા વન વિભાગ, રાજપીપલા, જી-નર્મદાઅને (૨) નિશાર રસુલ મેર, લાકડાનો છુટક ધંધો (ખાનગી વ્યક્તિ) સામે કરી હતી. આ બાબતે એસીબીએ ગામઠી ઢાબા હોટલ, ખામર ચોકડી, રાજપીપલા ખાતે લાંચનું છટકુ ગોઠવી આરોપીને પકડી લીધા હતા.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આ કામના ફરીયાદી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતા હોય તેઓએ નાયબ વનસંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા, જી-નર્મદા ખાતે અરજી કરેલ અને તે અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે આરોપી નં.(૧) નાએ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેઓની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ રૂ।.૧૫,૦૦૦/- લેખે બે અભિપ્રાયના રૂ।.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલી, પરંતુ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદીને આ કામના આરોપી નં.(૨) ને લાંચની રકમ આપવા જણાવતા, પ્રથમ આરોપી નં.(૨) નાએ ફરીયાદી પાસેથી પંચ નં.(૧) ની હાજરીમાં લાંચના નાણાં સ્વીકારી અને આરોપી નં.(૨) નાએ આરોપી નં.(૧) ને નાણાં સ્વીકાર્યા અંગેની જાણ કરતા, બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ જઈ ગુનો કરતા કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીને એસીબીએ ડીટેઇન કરી ટ્રેપીંગ અધિકારી
એસ.વી.વસાવા, પી.આઇ., ભરુચ એસીબી પો.સ્ટે. તથા ટીમસુપરવિઝન અધિકારી : પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ, વડોદરાએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા તલાટી મંડળ દ્વારા માંગણી બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!