Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત.

Share

તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત નીપજ્યા હતા જયારે એકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદી અજીતભાઈ શનુભાઈ વલવી રહે. મોટા રાયપરા સાગરી ફળીયું તા. નાંદોદ)એ આરોપી મો.સા. ચાલક હરનીશભાઈ દશરથભાઈ વસાવા રહે. જીતગઢ તા.નાંદોદ)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી હરનીશભાઈ દશરથભાઈ વસાવા (રહે. જીતગઢ તા.નાંદોદ) પોતાના મોટરસાઇકલ ઉપર ત્રણ સવારી બેસાડી મોટરસાઇકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા આલમપુરા ગામ પાસે વળાંકમાં રોડની સાઈડમાં આવેલ રેલિંગ (એગ્લો) સાથે મો.સા.અથાડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. તથા મો.સા. પાછળ બેઠેલ જયદિપભાઈ શનુભાઈ વલવી (રહે.મોટા રાયપુરા તા.નાંદોદ)ને માથાના ઉપરના ભાગની ખોપડી તોડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે મો.સા.પાછળ બેઠેલ પરેશભાઈ મહેન્દ્રભાઈ ભીલ (રહે.વવીયાલા તા.ગરૂડેશ્વર, હાલ રહે. મોટા રાયપરા તા.નાંદોદ)ને મોઢાના ભાગે તથા હાથે પગે ઓછી વત્તી ઈજાઓ કરી તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ અકસ્માતમા કૂલ બે ના મોત નીપજ્યા હતા. જયારે ચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર હેઠળ દવાખાને ખસેડાયો હતો. આ અંગે તિલકવાડાપોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં દાંતીયાવર્ગ પ્રા.શાળા.એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર- જરૂરતમંદ લોકોને સહાય કરી યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી…

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસી ખાતે નવીન પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!