Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સાગબારા ખાતે મામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓની કરાઇ રજૂઆત.

Share

સાગબારા ખાટવા મામલતદાર કચેરી ખાતેઆમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી ડો. કિરણ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 11000 થી વધુ સહીઓવાળું આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં માંગણી કરવામાં આવી છે નર્મદા અને ઉકાઈ જળાશયોમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી, 16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલની જમીનના 7-12 ના ઉતારા મળવા જોઈએ તેમજ નામંજૂર થયેલ અરજીઓની પુન :ચકાસણી, ઉકાઈ- નર્મદાના અસરગ્રસ્ત પરિવારોની લાંબાગાળે ડૂબાણમાં નહીં જતી જમીનો મૂળ માલિકને મળે, ડૂબાણમાં જતી જમીન પર મૂળ માલિકનો જ હક રહે, સિંચાઈ માટે અસરગ્રસ્તની જમીનો ઉપર વિજ જોડાણ પોલ ઉભા કરવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ કરવા, ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવા, આદિજાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરી પેઢીકાર્ડ ઈશ્યુ કરવા, બી.પી.એલ કાર્ડમાં (0 થી 25 ) સ્કોર કરવા, રેશન કાર્ડમાં નામ કમીના મુદ્દે મોંઘવારી દ્રષ્ટિએ ધારાધોરણ નક્કી કરવા જેવા વિવિધ મુદ્દે 11 હજારથી વધુ સહીઓ સાથે બિનરાજકીય રીતે આવેદન પત્ર આપ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ માં હેઝાડ કેમિકલની હેરફેર કરતા બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી

ProudOfGujarat

નેત્રંગ : પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટનાં ગોડાઉનમાંથી આર.આર કેબલનાં બંડલની ચોરી…

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના તવરા ગામે 8 ફુટ લાબો અંજગર પકડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!