Proud of Gujarat
GujaratFeaturedINDIA

લ્યો, કરો વાત, રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!?

Share

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદના કારણે રાજપીપલા શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો નગરપાલિકા દ્વારા પાણીનો સત્વરે નિકાલ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા વિસ્તારમાં આવતા તમામ-૭ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે. મચ્છરજન્ય રોગો – વાયરલ બિમારીઓથી નગરજનોને સુરક્ષિત રાખવા ઠેર ઠેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં દવાનો છંટકાવ કરતાં સફાઈ કામદારો હાથ મોજા કે ગમ બુટ પહેર્યા વગર જ ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા છે. એનાથી આમ જનતામાં અને સફાઈ કર્મચારીઓમાં આશ્ચર્ય ફેલાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો તેમજ જાહેર રસ્તાઓ ઉપર વરસાદી સિઝનમાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થયો હોય તો તે સ્થળને ચોખ્ખું કરી ડીટીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.પણ ખાટલે મોટી ખોડ એ છે. રાજપીપળા નગરપાલિકાના આ સફાઈ કામદારો તગારામાં ઝેરી ડીડીટી પાવડર હાથમાં લઈને મોજા પહેર્યા વગર જ છાંટી રહ્યા છે! એટલું જ નહીં આ પાવડર છાટે ત્યારે આ પાવડર આંખમાં અને નાકમાં પણ ઉડી શકે છે ત્યારે એમણે કોઈ માસ્ક પહેર્યા નથી! કામદારો ગટરમાં ઉતરીને કે ગંદકીમાં કામ કરવાનું હોય એમને કાચ વાગે કે કોઈ ઝેરી જનાવર કરડે ત્યારે એમને ગમબુટ પણ આપવામાં આવતા નથી. પાવડર ઝેરી હોવાથી હાથમોજા વગર દવા છાંટવામાં આવે ત્યારે સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થાય એમ છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ સફાઈ કામદારોને હાથ મોજા, ગમ બુટ, માસ્ક કે હાથ પગ ધોવા માટે સાબુ આપ્યા વગર જ ઝેરી દવાનો છંટકાવ કરાવી કામ કરાવી રહ્યા છે. જે ખરેખર કામદારોના આરોગ્ય માટે ખતરા સમાન છે. એટલું જ નહીં ઝેરી પાવડર છાંટ્યા પછી હાથ ધોવા માટે સાબુની જરૂર પડે છે તેમને સાબુ પણ આપવામાં આવતો નથી. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે આજદિન સુધી અમને હાથ મોજા, ગમબુટ કે સાબુ મળ્યા નથી જે અમને મળવા જોઈએ ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેકટર પણ ધ્યાન આપેઅને જરૂરી કાર્યવાહી માટે કડક સૂચના આપે એવી પ્રજાની અને કર્મીઓની પણ માંગ છે. ખાટલે મોટી ખોડ એ છે કે સમગ્ર નગરના સ્વાસ્થ્યને ધ્યાન રાખતા નગરપાલિકાના કર્મચારીઓ જે સૌના હાથ પગ ગણાય છે એવા 80 રોજમદાર અને 16 કાયમી સફાઈ કામદારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં કોઈ કેમ રાખતું નથી? જે નગરપાલિકાતંત્ર માટે શરમજનક વાત કહેવાય.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

ભરૂચ : સિતપોણ ગામ ખાતેથી સગીર કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર નાસતો ફરતો આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા ચાર આરોપીઓની કરાઇ ધરપકડ.

ProudOfGujarat

ભરૂચનાં વાલિયામાંથી માટી ચોરી કૌભાંડ ઝડપી પાડતા ખાણ ખનીજનાં અધિકારી રાજપરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!