Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણા દાયક નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પૂર્ણ થયેલા એક વર્ષના વિકાસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને રાજપીપલા સ્થિત અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમને દિપપ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારોએ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” મારફતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન થઈ રહ્યા છે. “આપણું ગુજરાત આગવું ગુજરાત” થી શરૂ થયેલી આ સફર સૌનો સાથ સૌનો વિકાસની શૃંખલામાં આગળ વધતા સમગ્ર ગુજરાતમાં સરકારે સૌના પ્રયાસથી સૌનો વિશ્વાસ સંપાદન કર્યો છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે છેવાડાના ગરીબ માણસો પણ આગળ વધે અને રોજીરોટી પ્રાપ્ત કરે, તેનું કુટુંબ સમૃદ્ધ થાય તેવા પ્રયાસો ગુજરાત સરકારે કર્યા છે. સૌનો સાથ સૌનો વિકાસના કારણે ગરીબોની જિંદગી બદલવા ગામે ગામ જઈને દીકરા-દીકરીને ભણાવવાનું વચન આપ્યું અને તે વચન પાળ્યું છે. શાળા પ્રવેશોત્સવથી શિક્ષણમાં આમુલ ફેરફારો આવ્યા છે. માત્ર એટલું જ નહીં પણ ભારતની કલા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજાગર થાય તે પ્રમાણે કેન્દ્ર સરકારે શિક્ષણ નીતિ-૨૦૨૦ બનાવી છે. વધુમાં તેઓએ કહ્યું કે, નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરની ભેટ મળતાં આખું વિશ્વ આ પ્રવાસન સ્થળ તરફ આકર્ષાઈ રહ્યું છે. તેની આજુબાજુના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિકોને નોકરીની તકો મળતા ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીના જંગલ વિસ્તારોમાં એડવેન્ચર ટુરીઝમનો લાભ પ્રવાસીઓને મળે તે માટે આ બંને સ્થળોને જોડતો કોરીડોર બનવા જઈ રહ્યો છે. જેનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેનાથી ભવિષ્યમાં એડવેન્ચરનો આનંદ માણવા પ્રવાસીઓ સરળતાથી આવી શકશે. ગુજરાત સરકારે પ્રત્યેક ગરીબ વ્યક્તિના ઘરે અજવાળું પ્રગટાવી વિકાસના માધ્યમથી સમૃદ્ધિ લાવવાનું કામ કર્યું છે. તેમ તેઓએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યાભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

Advertisement

“વિશ્વાસથી વિકાસયાત્રા”ના જિલ્લા કક્ષાના કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે અંદાજે રૂા.૨૪.૭૩ કરોડથી વધુના ખર્ચે થનારા ૧૭૨ જેટલા વિવિધ વિકાસ કોમોનું ઈ-ખાતમુહૂર્ત અને અંદાજે રૂા.૧.૪૧ કરોડથી વધુની રકમના ખર્ચે તૈયાર થયેલા ૨૦૧ જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યમ સિંચાઇ યોજના રૂા.૯.૮૫ કરોડનાં કામનું ઈ-ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના રૂા.૧૧.૫૫ કરોડના ૧૧ કામોનું ઈ-ખાતમુહૂર્ત, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના રૂા. ૦.૯૧ કરોડના ૪૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા રૂા.૦.૫૫ કરોડના ૨૮ કામોનું ઈ-લોકાર્પણ, પંચાયત વિભાગ (વિકાસ કમિશનર) ના રૂા.૦.૦૫ કરોડના ૩ કામોનું ઈ-ખાતમુહુર્ત અને રૂા.૦.૫૩ કરોડના ૨૩ કામોનું ઈ-લોકાર્પણ, આદિજાતિ વિકાસ વિભાગના રૂા.૨.૩૭ કરોડના ૧૧૦ કામોનું ઈ-ખાતમુહુર્ત, ગ્રામ વિકાસ વિભાગના રૂા.૦.૩૩ કરોડના ૧૫૦ કામોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

હવે પોસ્ટમેન ઘરે આવી બચત ખાતું ખોલી આપશે, 1 સપ્ટે.થી દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ થશે…

ProudOfGujarat

રાજ્યના ત્રણ સિનિયર આઇ.પી.એસ અધિકારીઓની કરાઈ બદલી : જાણો કોને ક્યાં મુકાયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!