Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે આત્મહત્યાના કેસમાં ચાર ઇસમોને 2 વર્ષ બાદ ચુકાદો આપી નિર્દોષ ઠરાવ્યા.

Share

રાજપીપળામાં બે વર્ષ પહેલા એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વ્યાજખોરોની ધાકધમકીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ મરનારની પત્નીએ ચાર ઇસમોને વિરુદ્ધ રાજપીપળા પોલીસમાં નોંધાવી હતી, આ કેસ રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ચાલુ કેસ દરમિયાન એક આરોપી મરણ થયું હતું જ્યારે અન્ય ત્રણ ઈસમોને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.

મરનાર ફીરોજખાન મુસ્તુફા રાઠોડ (મૂળ રહે. પહાડ, તા. તિલકવાડા, જી. નર્મદા. હાલ રહે.બાવાગોર ટેકરો, રાજપીપળા, તા. નાંદોદ, જી. નર્મદા) તા.૨૫/૦૨/૨૦૨૦ ના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના કારણે તા.૨૭/૦૨/૨૦૨૦ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ મુજબ (૧) મહંમદ અલ્તાફ અબ્દુલ ગફાર ઉર્ફે દાદુ શેખ, (રહે. સિંઘીવાડ, રાજપીપળા, તા. નાંદોદ, જી. નર્મદા) અને (૨) પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ઉર્ફે નટવરભાઈ વસાવા (રહે.વેરાઈ ફળીયુ, તરોપા, તા. નાંદોદ, જી. નર્મદા ) તથા (૩) મહંમદહનીફ ગુલાબનબી શેખ, (રહે.નવાફળીયા, રાજપીપળા, તા. નાંદોદ, જી. નર્મદા ) તેમજ અબ્દુલગફાર અબ્દુલકરીમ શેખ ઉર્ફે દાદુભાઈ કેળા વાળા (રહે. સિંઘીવાડ, રાજપીપળા, તા. નાંદોદ, જી. નર્મદા) પાસેથી કુલ રકમ રૂ.૭,૧૫,૦૦૦/- નાણાં વ્યાજે લીધા હોય,પરંતુ નાણાંની ચુકવણી છ મહિનામાં કરવાની હતી. પરંતુ ફિરોઝ ખાન મુસ્તુફા રાઠોડ નાણાની સંપૂર્ણ ચુકવણી કરી શક્યો ન હતો. જે પૈસાની ઉઘરાણીની ધાક ધમકીના ત્રાસ સહન નહી થતાં જીવનથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ મરનારની પત્નીએ આ ચારેય ઈસમો વિરૂદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવી હતી

Advertisement

આ કેસ રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલ બંકિમ પરીખ દ્વારા સાક્ષીઓની ઉલટ તપાસ કરતા આવી હતી પરંતુ આવી કોઈ પણ જાતની ગુનાની વિગત ફલિત થઈ ના હતી તેમજ ફરિયાદ પક્ષના વકીલ તેમનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતા બે વર્ષ બાદ (૧) અબ્દુલગફાર ઉર્ફે દાદુ અબ્દુલકરીમ શેખ (મરણ જવાથી એબેટ), (૨) પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ઉર્ફે નટવરભાઈ વસાવા, (૩) મહંમદઅલ્તાફ અબ્દુલ ગફાર ઉર્ફે દાદુ શેખ, અને (૪)મહંમદહનીફ ગુલાબનબી શેખને શિક્ષાપાત્ર ગુનાના તહોમત તસબબ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫ (૧) અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : પોલીસની ઓળખાણ આપી ઈજનેરને લૂંટી લેનાર બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડિયા- ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓએ વટ સાવિત્રીના વ્રત કરી પૂજા અર્ચના કરી હતી.

ProudOfGujarat

ઝઘડીયા પંથકમાં ઘરફોડ ચોરોનો આતંક : નગર તથા જીઆઇડીસીમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!