Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો નિકાલ કરાયો

Share

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટો દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

જે સંદર્ભે જિલ્લા કાનૂની સેવા સત્તા, મંડળ, નર્મદાના ચેરમેન અને મુખ્ય જિલ્લાના ન્યાયાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં MACP કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ (એન.આઇ) એક્ટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન તકરારો સંબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે જમીનના દાવા તથા બેંકના દાવાના કેસો અને વિજળી તથા પાણીના કેસો તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા પ્રિ-લીટીગેશનના કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ-૨૬૫૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે.

Advertisement

આ લોક અદાલતના સફળતાપૂર્વક નિકાલ પૈકીના મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ-૨૨ કેસોનો સુખદ નિકાલ કરી રૂ. ૧,૭૬,૨૫,૦૦૦, એન.આઇ એક્ટ કલમ-૧૩૮ ના કુલ- ૭૯ કેસોનો સુખદ નિકાલ કરી રૂ. ૮૯,૩૫,૪૦૮ તથા નાણાકીય વસૂલાતના કુલ-૨૮ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૧,૨૦,૨૩,૧૨૫ ની રકમના કેસોનુ પતાવટ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સબંધી તકરારના કેસો, દીવાની દાવા જેવા કે જમીન તથા બેંક વગેરેના કેસો તથા હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંક તથા ડી.જી.વી.સી.એલ.ના પ્રિ- લીટીગેશનના કેસો મળીને કુલ-૨૬૫૦ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયેલ છે.

આ લોક અદાલતમાં જિલ્લા ન્યાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ ફુલ ટાઇમ સેક્રેટરી એ.વાય.વકાનીએ બેંકના અધિકારીઓ, વીમા કંપનીઓના અધિકારીઓ, તાલુકા લીગલ સર્વિસીઝ કમિટીના ચેરમેનઓ સાથે વખતો વખત મિટીંગોનું આયોજન કરી આ લોક અદાલતને સફળ બનાવવા જરૂરી તમામ પ્રયત્નો કરી આ પરિણામ હાંસલ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નર્મદાના સેક્રેટરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની તા. 17 એ ઉજવણી કરાશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!