Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે 72 વર્ષ બાદ પ્રથમવાર રકતદાન શિબિર યોજાઈ.

Share

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે પ્રાથમિક શાળામાં 72 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રકતદાન શિબિર યોજાઈ હતી.

રેડક્રોસ સોસાયટી બ્લડબેન્ક રાજપીપળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને નાનીબેડવાણ ગ્રામપંચાયતના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ હતી જેનુ ઉદ્ઘાટન દક્ષિણઝોન ગુજરાતના પ્રમુખ નિરંજનવસાવા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ, રેડક્રોસ સોસાયટીના બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર ડૉ.જે.એમ જાદવ, ડૉ.એમ પી.વિરડિયા, સદસ્ય દીપક જગતાપ, તથા નાની બેડવાણ ગ્રામપંચાયતના સરપંચ પ્રધ્યુમન વસાવા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમા દીપ પ્રગટાવીને કરવામા આવ્યુ હતુ. આ પ્રંસંગે 40 મી વાર રક્તદાન કરનાર વિપુલભાઈ ખત્રી અને 25 મી વાર રક્તદાન કરનાર રાકેશભાઇ ખત્રી, તથા 30 મી વાર રકતદાતા રકતદાન કરનાર ધરમભાઈ ખત્રીનું જાહેર સન્માન કરાયુ. આ પ્રંસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી તથા રેડ ક્રોસ સોસયટી બ્લડબેન્કના સદસ્ય દીપક જગતાપ બન્ને દંપતીએ સમૂહમાં રકતદાન કરીને રકતદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રંસંગે નિરંજનભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રકતદાન પ્રત્યે ઓછી જાગૃતિ છે. લોકો રકતદાન કરતા ગભરાય છે એવા સંજોગોમાં પણ ઊંડાણ નાની બેડવાણ ગામમા સરપંચ અને ગ્રામજનોના સહયોગથી રકતદાન શિબિર યોજાતા ૩૦ થી વધુ લોકોએ રકતદાન કરી 30 જેટલુ યુનિટ રકત ભેગું કરી જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ બદલ રકતદાતાઓને અભિનંદન પાઠવી વધુમા વધુ લોકો રક્તદાન પ્રત્યે જાગૃત થાય એવી અપીલ પણ કરી હતી.આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રકતદાન કરવાથી ડરો નહીં કે રકતદાન કરવાથી શરીરમાં કોઈ તકલીફ કે મુશ્કેલી ઉભી થતી નથી પણ આરોગ્ય સારું રહે છે .અને રકતદાનથી લોકોની જિંદગી બચી શકે છ તેમણે આ નાનકડા ગામની અંદર આદિવાસીઓમા આવેલી જાગૃતિ જોઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ રકતદાન થાય તેવો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ડોક્ટર જે.એમ જાદવે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજપીપળા રેડ ક્રોસસોસાયટી દ્વારા અત્યારસુધીમાં 100 જણાની જીંદગી બચાવી છે.સિકલસેલના દર્દીને વિનામૂલ્યે રકત આપવામા આવે છે.તેમણે ડેડીયાપાડા વિસ્તારમા લોકોની લોહીની જરૂરિયાતને પૂરી કરવા રેડક્રોસ દ્વારા બ્લડબેન્કનું સબસેન્ટર શરૂ કરવા પ્રયત્નશીલ હોવાનુ જણાવ્યુ હતુ. ગામના સરપંચ પ્રધ્યુમન વસાવાએ પ્રાસંગિક પ્રવચનમા નાની બેડવાણ ગામમા ગામના વિકાસ પ્રત્યે જાગૃતિ આવી છે. આજે અમારા ગામમા 72 વર્ષ પછી પહેલીવાર રકતદાન ગામમા થયુ છે એ અમારા ગામ માટે ગૌરવની વાત હોવાનુ જણાવી ગામના આગેવાન ધરમભાઈ ખત્રીના અથાક પ્રયત્નને બિરદાવી આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન દીપક જગતાપે કર્યુ હતુ.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રખડતા પશુઓ સર્જી શકે છે અકસ્માત, ભરૂચના માર્ગો પર પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..!!

ProudOfGujarat

एक लड़की को देखा तो ऐसा लगा” की रिलीज तारीख़ की हुई घोषणा, 1 फ़रवरी 2019 में रिलीज होगी यह अनोखी प्रेम कहानी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!