Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ “ ઘરમાં રહો સુરક્ષિત રહો” માટે પોલીસતંત્રની જાહેર અપીલ.

Share

કોરોના વાયરસની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા.૨૫-૩-૨૦૨૦ થી ગઇકાલ તા. ૮-૪-૨૦૨૦ સુધી અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ-૧૮૦ કેસો કરી કુલ ૪૩૪ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકડાઉની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતાં કુલ ૫૩૯ જેટલાં વાહનો ડિટેઇન કરીને કુલ. રૂા ૧,૧૦,૮૦૦/- ની રકમ દંડ પેટે વસુલ કરાઇ છે આમ, લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને “ઘરમાં રહો સુરક્ષિત રહો” ની જિલ્લા પોલીસતંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

ProudOfGujarat
error: Content is protected !!