Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત જાહેર જનતા જાણવા જોગ સંદેશ.

Share

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકનાં ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને પુરૂષ બાળકનાં ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન, આ અધિનિયમ મુજબ બાળલગ્ન છે અને બિન જામીનપાત્ર ગુનો બને છે. તેમજ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે દરેક વ્યક્તિઓ, આ અધિનિયમની કલમ ૯, ૧૦, અને ૧૧ (૧), (૨) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે. જેથી નર્મદા જિલ્લામા આપના વિસ્તાર, ગામ, કે ફળીયામા, જો કોઈ બાળલગ્નનું આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય, તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ નં. ૧૧ ભોયતળીયે, જિલ્લા સેવા સદન રાજપીપલા, જિ.નર્મદાને ફો.નં-(૦૨૬૪૦ ૨૨૪૫૭૫), ઉપર તેમજ કચેરીના ૨૪ કલાક ચાલતા વોટસએપ નં-(૦૨૬૪૦૨૨૪૫૭૫) ઉપર અથવા એસ. વી. રાઠોડ (બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદા) મો.નં.(૯૪૨૯૫૬૫૯૯૬) ઉપર મેસેજ કરીને આવા બાળલગ્ન અંગેની માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામા આવશે તેમ, નર્મદાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!