Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ કોરોનાને નોતરું આપ્યું જાણો વધુ.

Share

વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે.લોકડાઉનને પગલે ભારતમાંથી અન્ય દેશોમાં ગયેલા રોજીરોટી માટે ગયેલા ફસાયેલા લોકો પોતાના વતનમાં સરકારને આજીજી કરી રહ્યા છે.સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી કોરોનટાઇન કરવા, ફેસિલિટી કોરોનટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો VIP સુવિધાઓ જોઈતી હોય તો જે તે વિસ્તારમાં આવેલી હોટેલમાં વ્યક્તિએ સ્વખર્ચે જવાની સરકારે જોગવાઈ કરી છે એની માટે તંત્રએ હોટેલ સાથે અમુક રેટ પણ ફિક્સ કર્યા છે.27 મી મે ના રોજ અબુધાબીથી ગુજરાતના 133 શ્રમિકો વિમાન માર્ગે અમદાવાદ, વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.ત્યાંથી એમને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરી સીધા જ બસ મારફતે રાજપીપળાની આદર્શ નિવાસી શાળા ખાતે ફેસિલિટી કોરોનટાઇન માટે લવાયા હતા. દરમિયાન એ શ્રમિકો પૈકીના અમુક લોકોએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે VIP સગવડની માંગ કરતા મામલો ગરમાયો હતો, સ્થાનિક અધિકારીઓએ સમજાવવા છતાં મામલો થાળે ન પડતા વડોદરાના કરજણ તાલુકાનો મિલન પટેલ અને નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.કશ્યપ વચ્ચે શબ્દિક ઘર્ષણ પણ થયું હતું.ડો.કશ્યપ દ્વારા મિલન પટેલને એમ સમજાવાયુ હતું કે સરકાર તરફથી મળતી સુવિધા મામલે મેં અગાઉથી જ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે, સરકાર તમને આનાથી વધુ સુવિધા ન આપી શકે જો તમારે જવું હોય તો હોટેલમાં પણ જઈ શકો છો.તો એની સામે એણે એમ જણાવ્યું કે અમે મધ્યમ વર્ગના લોકો ખર્ચ કેવી રીતે કરી શકીએ તમે અમને અહીંયા જ વ્યવસ્થા કરી આપો.આમ શ્રમિકોએ આરોગ્ય વિભાગને સાથ સહકાર ન આપતા આરોગ્ય અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.મિલન પટેલે એવો આક્ષેપ લગાવ્યો હતો કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે, સરકાર તરફથી કોઈ સારી સુવિધા નથી મળી. આ મામલે નર્મદા જિલ્લા એપેડેમીક ઓફિસર ડો. કશ્યપે જણાવ્યું હતું કે મિલન પટેલને અહીંયા ફ્રીઝ, AC ની સુવિધા જોઈએ છે.એ એમ કહે છે કે હું દુબઈથી મોંઘી ચોકલેટો લાવ્યો છું એ ઓગળી જશે, મારે એને ફ્રીઝમાં મુકવી છે તો એની વ્યવસ્થા કરો એ રીતની ખોટી માંગણીઓ કરે છે અને બીજા લોકોને પણ ઉશ્કેરે છે.વિદેશમાંથી આવતા લોકોને રાખવા નર્મદા જિલ્લામાં સરકારી અને પ્રાઇવેટ હોટેલમાં કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે એની તમામ જાણકારી અમે અગાઉથી જ આપી દીધી છે.એ વ્યક્તિને મેં એમ પણ કહ્યું કે તમે પ્રાઇવેટ હોટેલમાં પણ જઈ શકો છો, હું તમને મંજૂરી અપાવું છું તો એ એમને મંજુર નથી.એને ફેસિલિટી કોરોનટાઇન માટે વડોદરા જવું હતું પણ મંજૂરી ન મળી એટલે આવુ કરે છે એમ જણાવ્યું હતું.

મોન્ટ શેખ
રાજપીપળા

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં ધૂળેટી પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં છાપરા પાટિયા વિસ્તારમાં બાઇક અને જે.સી.બી. વચ્ચે અકસ્માતમાં બે નાં મોત.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!