Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી.

Share

કોરોના મહામારીમાં 76 દિવસ લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપલામાં સુપ્રસિદ્ધ ૪૦૦ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર પણ ૭૬ દિવસ બાદ ખોલવામાં આવ્યું છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારનાં દરેક નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. માતાજીની સવારની આરતી પણ સમયસર ચાલુ કરવામાં આવી હતી.આ મંદિર સવારે ૭ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે અને પ્રસાદ કે અન્ય ચઢાવો મંદિરમાં લાવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આજે સવારની આરતીમાં ભક્તો માતાના દર્શનમાં ઉમટી પડ્યાં હતાં અને તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મંદિરમાં માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથો સાથ નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવાએ પણ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જણાવ્યું હતું કે મે જ્યારે પણ રાજપીપલા આવું તો અવશ્ય માતાજીનાં દર્શન કરું છું. હાલ કોરોના મહામારીનાં કારણે જ્યારે ટ્રસ્ટ તરફથી નિયમો લાગુ કરાયા છે તો ભક્તોએ પણ એની કાળજી રાખવી જોઈએ.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપલા, નર્મદા

Advertisement

Share

Related posts

આજથી સમગ્ર રાજયમાં 6 થી 8 નાં વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો.

ProudOfGujarat

કોરા ગ્રામપંચાયત ના સરપંચ ની અનોખી મદદ ની પહેલ કરી… જાણો શુ…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર ચોરને ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!