Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૨ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૦ સેમ્પલ પૈકી ૧ સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ અને ૩૯ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. ગઇકાલના સેમ્પલમાં આજે પોઝીટીવ આવેલ ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામના ૩૭ વર્ષિય મહિલા મીનાબેન જગદીશભાઇ પટેલ તેમજ ગઈ કાલે ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામના ૨૧ વર્ષિય મહિલા શીતલબેન પ્રદીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ 2 ને દર્દીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૭ દર્દી સારવાર હેઠળ છે. તદઉપરાંત આજે તા.૧૨ મી જુન, ૨૦૨૦ ના રોજ ૪૪ સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ભગીરથી શુક્લ આઈટીઆઈ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : નવજીવન હ્યુન્ડાઈ ખાતે નવી ગ્રાન્ડ i10 NIOS અને AURA નું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!