Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ ડેમ રુલ લેવલ થી પાર થતા 15560 ક્યુસેક પાણી છોડાયું, કરજણ નદી કાંઠાના ગામોને સાબદા કરાયા.

Share


કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા સપાટી રુલ લેવલ વટાવતા 1, 5,7,9 નંબરના કુલ ચાર ગેટ એક મીટર ખોલી 15560 ક્યુસેક પાણી છોડાયું

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લામાં છેલ્લા અઠવાડીયા માં સાર્વત્રીક વરસાદ રહેતા ત્રણ દિવસ થી કરજણ ડેમ ના ગેટ ખોલી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા ચોવીસ કલાક માં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા બુધવારે કરજણ ડેમના કુુલ ચાર ગેટ એક મીટર ખોલી 15560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે રોજે રોજ છોડવામાં આવતા પાણીના કારણે નદી કાંઠાના વિસ્તારોના ગામોને ચેતવણી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને સાવચેતીના ભાગ રૂપે નદીમાં અવર જવર નહિ કરવા અને મચ્છી મારી બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે આજે રુલ લેવલ 106.59 મીટર થતા ડેમ ના ચાર ગેટ ખુલ્લા મુકાયા હતા અને બુધવારે બપોરે ત્રણ વાગે આ લખાય છે.ત્યારે પણ પાણી નો આઉટ ફ્લો 15560 ક્યુસેક ચાલુજ હોવાનું જાણવા મળ્યું હતું જોકે બપોરે ઉપરવાસ માં વરસાદ નું પ્રમાણ ઘટ્યું હોવાની પણ સત્તાવાર માહિતી જાણવા મળી હતી ત્યારે આજે પાણીની આવક 7,478 ક્યુસેક સામે પાણીની જાવક રુલ લેવલ પાર થતા 15,560 ક્યુસેક નોંધાઈ હતી

Advertisement

આ બાબતે કરજણ સિંચાઈ વિભાગ નર્મદાના ના કાર્યપાલક ઈજનેર એ.વી.મ્હાલે જણાવ્યું હતું કે ડેમનું રુલ લેવલ હાલ મેઇન્ટેન થઈ ગયુ છે, આજે 25 જુલાઈના રોજનું રુલ લેવલ પાર થતા જળસપાટી ઉપર જતા અમારા વડી કચેરીની સૂચનાથી હાલ 15560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે,જેનાથી કાંઠાના છ ગામો ને ચેતવણી આપવામાં આવી છે.અને નદીમાં અવર જવર તેમજ મચ્છી મારી નહિ કરવા પણ કડક સૂચના આપી છે .


Share

Related posts

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળામાં બે જગ્યાએથી ચંદનના મોટા ઝાડ કાપી જતાં ચકચાર.

ProudOfGujarat

અરવલ્લી : જીલ્લા સેવાસદન કચેરીમાં જાદુગર શો ચાલતા હોય તેવા દ્રશ્યો ,સફાઈ કર્મીઓએ લઘુત્તમ વેતન અંગે અનોખો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!