Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાનાં કચરો ઉઘરાવતા વાહનમાં ગીત વગાડવાનાં નવતર અભિગમને લોકોએ પસંદ કર્યો.

Share

રાજપીપળા નગર પાલિકાનાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનનોમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેમાં કચરાવાળા આયા તેવું ગીત વગાડવામાં આવે છે તે અભિગમ લોકોને પસંદ આવ્યો છે. રાજપીપળા નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા વાહનોમાં લાઉડસ્પીકરમાં ગીત વગાડવાનો નવો અભિગમ અપનાવામાં આવ્યો છે જેના કારણે શહેરની શેરી, મોહલ્લામાં રહેતા લોકોને દુરથી જ ગીત સંભળાતા કચરો લેવા વાહન આવી રહ્યું છે તેવી જાણ થઈ જાય જેથી ઘરમાં કામ કરતી મહિલાઓ આ બાબતે તૈયાર રહે. જોકે અગાઉ કચરો ઉઘરાવવા આવતા વાહનમાંથી વિસલ વગાડી કે બુમો પાડી લોકોને કચરો નાંખવા જાણ કરાતી હતી ત્યારે હાલ આ ગીત વગાડવાના નવતર અભિગમને લોકો આવકારી રહ્યા છે.પરંતુ વિસલ હોય કે ગીત જો પાલીકા દ્વારા નિયમિત અને દરેક શેરી-ગલીઓમાં કચરો લેવાશે તો જ આ બાબત સફળ થશે નહિ તો કેટલાક વિસ્તારોમાં વાહન નહિ જાય તો ત્યાંના લોકો ગટરમાં કે અન્ય જગ્યાઓ પર ઘરનો કચરો નાંખશે તે બાબત પણ નજર અંદાજ ન કરી શકાય. આ બાબતે રાજપીપળા શહેરનાં જાગૃત નાગરીક વિજયભાઈ રામી ના જણાવ્યા મુજબ ગીતવાળી પદ્ધતિ અન્ય શહેરોમાં ૬ મહિના પહેલા શરૂ થઈ છે રાજપીપળા નગર પાલિકાએ આ બાબત ૬ મહિના બાદ શરૂઆત કરી છતાં અભિગમ સારો જ છે પરંતુ આખા શહેરમાંથી કચરપેટીઓ હટાવી લેવાઈ હોય જો નિયમિત અને દરેક ઠેકાણે વાહનો નહિ ફરે તો લોકો કચરો ગમે ત્યાં નાંખશે જેના કારણે ગંદકી થશે માટે આ અભિયાન નિયમિત જળવાઈ તે પણ એટલું જ જરૂરી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

માંગરોલ ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે તેજસ્વી મન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માતાએ બાળક માટે કાઢ્યો આવો ‘જુગાડ’, સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ.

ProudOfGujarat

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિ-દિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!