Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) નાં અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વીકાર્યો.

Share

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રાપ્ત થયો છે.

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લ્ભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં અમુલ્ય માર્ગદર્શનમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાની રાહબરી હેઠળ પ્રવાસીઓ માટે અનેકવિધ વિશ્વકક્ષાનાં પ્રોજેકટ પ્રવાસીઓ માટે ઉચ્ચ સુવિધા અત્રે ઉભી કરાઇ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા રાજયમાં સૌ પ્રથમવાર પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે “ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સલન્સ એવોર્ડ-૨૦૨૦” નું આયોજન ગત ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તા.- ૨૫/૦૯/૨૦૨૦નાં રોજ કરવામાં આવ્યુ હતુ. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાઇ હતી.આ એવોર્ડ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” પ્રાપ્ત થયો છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર, પ્રવાસન વિભાગનાં સચિવ સુ.શ્રી. મમતા વર્મા,ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી.નાં વહીવટી સંચાલક જેનુ દેવન ઉપસ્થિત રહ્યા હતા.સમારંભમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા.

Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨ વર્ષથી પણ ઓછા સમયમાં વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બની ચુકયુ છે. અત્યારસુધી અત્રે ૪૪ લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.પ્રવાસીઓ માટે સમગ્ર વિશ્વનાં અનમોલ પ્રવાસીય સ્થળો વિકસાવાયા છે. અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત કેવડીયા જંગલ સફારી, વિશ્વવન, વેલી ઓફ ફલાવર, ડાઇનો ટ્રૈઇલ, ખલવાણી ઇકો ટુરીઝમ, રીવર રાફટીંગ, આરોગ્ય વન, ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, ઝરવાણી ઇકો ટુરીઝમ, સરદાર સરોવર નૌકાવિહાર અને એકતા મોલ જેવા આકર્ષણો ઉપલબ્ધ છે. આગામી સમયમાં સી પ્લેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ફેરી બોટ અને રોપ વે જેવા આકર્ષણોની મઝા પ્રવાસીઓ ઉઠાવી શકશે.

વિશ્વકક્ષાની સુવિધાઓ ટૂંકમાં વિકસાવવા માટે આ અગાઉ ટાઇમ મેગેઝીન દ્વારા વિશ્વનાં ૧૦૦ પ્રવાસીય સ્થળોમાં સમાવેશ કરાયો હતો તેમજ SCO તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વિશ્વની અઠમી અજાયબી તરીકે કરવામાં આવ્યો હતો.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

વલસાડ જિલ્લા પોલીસે દારૂના અડ્ડા પર સાગમટે દરોડા પાડયા.

ProudOfGujarat

સુરતના સીમાડામાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા દુકાનદાર સહિત ચાર દાઝયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઇફતાર પાર્ટી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!