Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સાગબારા ખાતે આંક ફરકનાં આંકડા લખતા આંકડીયાને કુલ કિં. રૂ. ૩૬,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી જુગારની ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા.

Share

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. મણીલાલ ઘેરીયાભાઇ બને. પપપ નાઓને બાતમી મળેલ કે, સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના સેલંબા ખાતે કેટલાંક ઇસમો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે ચોક્કસ બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા એક ઇસમ નામે ધનસુખભાઇ રમેશભાઇ વાળંદ રહે. સેલંબા તડવી ફળીયુ તા.સાગબારા જી.નર્મદાનાંને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા અંગ ઝડતીના રોકડ રૂ. ૨૬,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે.માં જુગારધારા ક.૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃતિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અમદાવાદમાં બિસ્માર રોડ, ભુવા અને ભ્રષ્ટાચાર મુદ્દે AMC ની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!