Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ કરાવવા તાડામાર તૈયારી, ક્રુઝ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે. ત્યારે આગમી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેવા આવનાર છે. ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝનું પણ લોકર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. 31 ઓક્ટોબર ના રોજ બોટ લોકર્પણ થઈ જશે ત્યાર બાદ પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે. આ બોટમાં 200 થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોવિડ 19ની ગાઈડલાઈનને પગલે એક કલાક માત્ર 50 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યસ્થા કરવામાં આવી છે. જો કે આ વ્યવસ્થા માટે પ્રવાસીઓએ પોતાના ખર્ચે કરવાની રહેશે. આ ક્રુઝ બોટની ટિકિટ લગભગ 250 થી 300 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવશે. ક્રુઝ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવો કંઈક અલગ જ હશે.બોટમાં લાઈફ જેકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ક્રુઝ બોટ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે જે એક કલાકનો સમય લેશે. ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે આ બોટમાં એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે. જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય અને સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આરીફ કુરેશી:- રાજપીપળા

Advertisement

Share

Related posts

વાંકલ : ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શુભારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી..પાર્કીંગ માંજ મેડીકલ વેસ્ટ ના ઢગલા નજરે પડતા તંત્ર માં દોઢધામ મચી હતી….

ProudOfGujarat

ગુજરાત બ્યુટી પાર્લર એસોસિએશન દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી દેશનાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!