Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા.

Share

નર્મદામાં કોરોના કેસનો આંક 2500 ને પાર કરી ગયો છે. નર્મદામા જિલ્લામાં આજે કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા હતા. લોકડાઉનને લીધે રાજપીપલામાં કેસો ઘટ્યા હતા. આજે માત્ર 02 કેસ જોવા મળ્યા. જયારે સાગબારાના પાટ ગામે 10 કેસ નોંધાયા હતા. જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2540 થઈ હતી.

કોવિડ-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 01 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 20 સહિત કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1296, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1177 અને ટ્રુ નેટ ટેસ્ટમાં 67 દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2540 નોંધાવા પામી છે.

Advertisement

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 22 દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1473 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દર્દીઓ સહિત કુલ-2389 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 47 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 60 દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 27 અને વડોદરા ખાતે 14 દર્દીઓ સહિત કુલ-148 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં 940 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 875 સહિત કુલ-1815 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-43217 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 26 દર્દીઓ, તાવના 22 દર્દીઓ, ઝાડાના 25 દર્દીઓ સહિત કુલ-73 જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001688 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 946312 લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : વાગરાના સુવા ગામ ખાતે સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યા.

ProudOfGujarat

ગોધરા: નગરપાલિકાની સામાન્ય સભામાં 15 જેટલા વિકાસલક્ષી કામોને સર્વસમંતિથી મંજૂરી

ProudOfGujarat

વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!