Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા બાલાપીર દરગાહનાં કંમ્પાઉન્ડનાં રહેણાંકના મકાનમાંથી ગાંજો પકડાયો.

Share

રાજપીપલા બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડના રહેણાંકના મકાનમાંથી વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસરનો ગાંજો પકડાયો છે. જેમાં એસ.ઓ.જી. નર્મદા પોલીસે ગેર કાયદેસર વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન મુજબ નાર્કોટીકસ બદીને નાબુદ કરવા તેમજ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એસ.ઓ.જી. પીઆઇ નર્મદાના કે.ડી.જાટ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા મળેલ બાતમીને આધારે આરોપી મયુદીન નશરૂદીન મલેક (રહે.રાજપીપલા, હરસિધ્ધી માતાના મંદિર સામે આવેલ બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડમાં) ના પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે ગેર કાયદેસર વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામ કી.રૂ.૪,૧૭૦/- તથા રોકડા રૂ.૯૦૦/- કુલ કિ.રૂ.૫૦૭૦/- નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો અને રાજપીપલા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

સુરતની માતા-દિકરીનો જશોદા-કનૈયાના રૂપમાં ફોટોશુટ કરી લોકોને આકાર્ષ્યા.

ProudOfGujarat

દેશ દ્રોહી તત્વો સામે વડોદરામાં ATS ની કાર્યવાહી, ચાર મૌલવીઓની કરાઈ PFI મામલે પૂછપરછ..આતંકી પ્રવૃતિ..???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!