Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

Share

કોરોના લોકડાઉનમા બહાર ન નીકળી શકતા ગ્રામજનો જુગારને રવાડે ચડ્યા છે. ગઈ કાલે રાજપીપલા પોલીસે લાછરસ ગામે જુગારની મોટી રેડ કરતા રોકડ રકમ ૧૦૮૧૦/- તથા ત્રણ મો.સા, પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૦૭,૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી રાજપીપલા પોલીસે 6 જુગારીઓની ધરપકડકરી છે. જેમાં સાત ફરારથઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે લાછરસ ગામની સીમમાં અશોકભાઇ ચંપકભાઇ પટેલ ના ખેતરમાં લીમડાના ઝાડ નીચે હાર જીતનો પત્તા પાનાનો જુગાર રમી રહેલ છે.એવી બાતમીને આધારે ઇન્યા.પોલીસ ઇન્સ્પેક્ટર
એમ.બી.ચૌહાણ તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી જગ્યા ઉપર કોર્ડન કરતા છ ઇસમો(૧) રોશનભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.થરી તા.નાંદોદ (૨) મિતેષભાઇ
મહેન્દ્રભાઇ દેસાઇ રહેલાછરસ તા.નાંદોદ (3) અમિતકુમાર હર્ષદભાઇ દેસાઇ રહે.લાછરસ તા.નાંદોદ (૪) વિક્રમભાઇ નરપતભાઇ તડવી રહે.ટંકારી તા.નાંદોદ (૫) જયેશભાઇ ભાઇલાલભાઇ તડવી રહે.ગુવાર તા.નાંદોદ (6)નરેન્દ્રકુમાર એલસીંગભાઇ તડવી રહે.માંગરોલ તા.નાંદોદ સ્થળ
ઉપર પક્ડાઇ ગયાહતા.તથા વોન્ટેડ આરોપી (૧)લક્ષમણભાઇ મેલાભાઇ તડવી તથા (૨)રમેશભાઇ શનાભાઇ તડવી તથા
(૩)મહેશભાઇ રેવાદાસ તડવી (ત્રણેય રહે. રહેમાંગરોલ તા.નાંદોદ)તથા (૪)પરેશભાઇ અરવિંદભાઇ
વસાવા (રહે.લાછરસ તા.નાંદોદ ) તથા (૫)ચેતનભાઇ ઠાકોરભાઇ પાટણવાડીયા (રહે.લાછરસ તા.નાદોદ) તથા (૩)બુધ્ધીસાગર પાટણવાડીયા (રહે.લાછરસ તા.નાંદોદ )
તથા (૭)અશોકભાઇ ચંપકભાઇ પટેલ રહે.લાછરસ તા.નાંદોદ ઓ નાશી ગયેલ તેમજ પકડાયેલ ઇસમોની અંગ ઝડતી તથા દાવ ઉપરના કુલ કિમત.૧૦૮૧૦/- રોકડ રકમ તથા
મો.સા.નંગ-૦૩ કિ.રૂ.૮૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૧૬,૫૦૦/- મળી કુલ રૂ.૧.૦૭.૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે લીધેલ છે. કુલ મુદામાલ સાથે કુલ 6 આરોપીઓ પકડાયેલ. આ આરોપીઓને રાજપીપલા પોલીસ મથકે લાવી તેમની સામે જુગાર ધારા કલમ.૧૨ તથા ઇ.પી.કો.કલમ.૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ.પ૧(બી) મુજબ કાયદેશર કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર 7 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે થી પસાર થતા એક્ટિવા પર સવાર ઇસમો પાસેથી રામપુરી ચપ્પુ તેમજ એરગન મળી આવતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!