Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા પાલિકા દ્વારા સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી શરૂ કરાઇ.

Share

ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ બાદ રાજપીપલા નગરપાલિકાના તમામ વિસ્તરોમાં આજે વહેલી સવારથી જ સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડરનો છંટકાવ ઉપરાંત ૬ જેટલા મશીનોથી સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ પણ શહેરની સાફસફાઇ અને સ્વચ્છતાની ઉક્ત કામગીરીમાં વિશેષ લક્ષ આપી રહ્યાં છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર હેમેન્દ્રસિંહ માત્રોજાની રાહબરી હેઠળ નગરપાલિકાની ૪ જેટલી ટીમો ઉક્ત કામગીરીમાં જોડાઇ હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સતત જારી રાખીને શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાશે તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરનાં વયનાં વૃદ્ધોને કોવિડ 19 ની રસી આપવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં નવનિર્મિત પોલીસ ચોકી નું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!